પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રર૦ કે.વી. સબસ્ટેશન ફાળવવા માંગ ઉઠી છે.
પોરબંદર જીલ્લા ના બરડા પંથક ના આગેવાનો એ તંત્ર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લા માં હાલ રર૦ કેવી સબસ્ટેશન એક માત્ર રાણાવાવ ખાતે જ છે.જેથી પુરા જીલ્લામાં વીજળી માટે આ એક જ સબસ્ટેશન પુરતુ ન કહેવાય.

અને હાઇ-લો વોલ્ટેજ ની સમસ્યા ગ્રામ્ય પંથક માં વ્યાપક જોવા મળે છે.૬૬ કેવી સબ સ્ટેશન બરડા વિસ્તારમાં ૧૦ થી ૧ર છે.અને રોજીવાડા તથા મિયાણી ગામે પણ ૬૬ કેવી મંજુર થયેલ છે.રર૦ કેવી સબસ્ટેશન માટેની લાઇન રાણાવાવ ભોગાત ડબલ સર્કીટ સોઢાણા ગામેથી નીકળે છે.જેથી ૨૨૦ કેવી સબસ્ટેશન સોઢાણા ગામે ઉભું કરવામાં આવે તો લાઇટ માટેનો વધુ ખર્ચ પણ સરકારને ભોગવવો પડે તેમ નથી.

અને સોઢાણા ગામે ૨૨૦ કેવી સબસ્ટેશન ઉભું કરવામાં આવે તો બરડા વિસ્તારના ૧૦ થી ૧ર ૬૬ કેવી તથા આ વિસ્તારના પપ ગામના ખેડૂતો ને સંતોષકારક અને પૂરતા પ્રમાણમાં સમયસર ફૂલ વોલ્ટેજથી પાવર મળી શકે.જેથી
સોઢાણા ગામે ૨૨૦ કેવી સબસ્ટેશન ફાળવવા ગ્રામ્ય પંથક માં થી માંગ ઉઠી છે. જેથી ખેડૂત ભાઇઓ પગભર થઇ શકે અને લો-વોલ્ટેજના કારણે આર્થિક નુકશાની ભોગવવી પડે છે તે ન ભોગવવી પડે.

Advertisement