પોરબંદર
મોદી સરકાર ૨.૦ ને એક વર્ષ પૂર્ણ થયું છે અને આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા અનેક કામગીરી કરવામાં આવી હતી , પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ કોરોના મહામારી ના લીધે જાહેર સભા ને ડિજિટલ કરવામાં આવી છે આ કામગીરી જન જન સુધી પહોંચે અને તેનાથી અવગત થાય તેવા હેતુ થી ભાજપ સરકાર દ્વારા વર્ચ્યુઅલ સભા યોજવામાં આવી રહી છે .
પોરબંદર જિલ્લામાં આ વર્ચ્યુઅલ સભા સૌ પ્રથમ યુવા ભાજપ દ્વારા યોજાઈ હતી જેમાં મુખ્ય માર્ગદર્શન ભાવનગર જિલ્લા અને મહાનગર ના પ્રભારી મહેશ કશવાલાજી નું મળ્યું હતું મહેશ કશવાલાએ જણાવ્યું હતું કે આ સરકાર દ્વારા નાના માં નાના લોકો માટે સરકારી યોજના ઘડી છે, તેનું સંપૂર્ણ અમલવારી થઈ છે, મળતી સહાય સીધી લોકો ના બેન્ક ખાતા સુધી પહોંચી છે અને ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે આ અંગે પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે આ સરકાર માં લોકો માટે વિકાસ ના કામો થયા છે અને લોકો ના દરેક જરૂરી કાર્યો થયા છે આ ઉપરાંત પોરબંદર ના યુવા મોરચા ના અધ્યક્ષ અજયભાઈ બાપોદરા એ સંવાદ માં સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવાઓ માટે આ સરકાર માં ઘણા બધા નવા આયામો આવ્યા છે અને યુવા સક્ષમ બન્યો છે , ડિજિટલ બન્યો છે .આ ઉપરાંત યુવા મોરચા એ આગામી આયોજન માટે ની તૈયારી બતાવી હતી , સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યુવા મોરચા ના પ્રદેશ ના ઉપાધ્યક્ષ દર્શક ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.આ વર્ચ્યુલ સભા માં જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ અજય બાપોદરા યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા,ઉપપ્રમુખ લખમણભાઈ ઓડેદરા,હાર્દિક રાજા અને જયભાઈ મોઢવાડીયા, મંત્રી જયભાઈ કક્કડ,નીરજભાઈ મોઢા તથા યુવા મોરચાના શહેર પ્રમુખ વિશાલભાઈ પાંજરી, મહામંત્રી લકીરાજસિંહ વાળા,ઉપપ્રમુખ રોનકભાઈ ઠકરાર અને સ્મિતભાઈ જોગીયા, મંત્રી શિવરાજ સિંહ જાડેજા, મિતેષ પોસ્તરિયા,છાયા યુવા મોરચા પ્રમુખ ભરતભાઇ ઓડેદરા, મહામંત્રી સતીષભાઈ સાણથરા, મંત્રી શુભમભાઈ જોશી તથા કુતિયાણા યુવા મોરચા પ્રમુખ માલદેભાઈ ઓડેદરા ,મહામંત્રી જીતુભાઈ આં ઉપરાંત યુવા મોરચા ના પ્રદેશ કારોબારી સભ્ય જીતભાઈ રૂપારેલ અને મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement