પોરબંદર
સમગ્ર ગુજરાત રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ના પડઘમ વાગી રહ્યા છે.ચુંટણીઓ નો આંશિક સમયગાળો જાણ માં છે અને પક્ષ,વિપક્ષ કે સરકારી તંત્ર આં પર્વ ને સફળ બનાવવા કાર્ય કરી રહ્યું છે.

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિકાસ ની વાત લઇ ને જન જન સુધી પહોંચી છે.અને ગુજરાત પ્રદેશ ના નવનિયુક્ત સી આર પાટીલનું પેજ પ્રમુખ ( પેજ સમિતિ) વિજયલક્ષી અભિયાન શરૂ છે સાથે સાથે બેઠકો નો દોર ચાલી રહ્યો છે.જેના અનુસંધાને પોરબંદર જિલ્લા યુવા ભાજપ ની બૃહદ કારોબારી જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ અજય બાપોદરા ની અધ્યક્ષતા માં યોજાઈ ગઈ.

યુવા ટીમ ને સંબોધતા સાંસદ રમેશ ભાઈ ધડુક એ જણાવ્યું હતું કે યુવા નો આં દેશ નું ભવિષ્ય છે.અને યુવાનો ની સહભગીતા દેશ માટે શ્રેષ્ઠ વિચારધારા નું નિર્માણ કરે છે. હું લોકસભા વિસ્તાર ના લોકો ને મળતો હોવ છું અને લોકો ને મળી ને એમના કાર્ય કરવાના પ્રયાસો રહે છે અને દરેક યુવાનો ને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

જ્યારે પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ જ્યારે સતા પર હતી ત્યારે કોઈ આગવું આયોજન ન હતું ફકત પારિવારિક સતાં ભોગવી કોંગ્રેસ પાર્ટી એ અને પાયાની સુખ સુવિધા થી વંચિત પ્રજા હતી. અંતે પ્રજા એ એમને જાકારો આપ્યો અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની . ભૂતકાળ ના કુલ બજેટ જેટલી રકમ છેલ્લા વર્ષો પોરબંદર જિલ્લા ને મળી છે અને રમણીય સ્થળો અને પાયાની સુવિધાઓ સમગ્ર જિલ્લા ને મળી છે .

આજ નો યુવા ભવિષ્ય ની દિશા નક્કી કરશે અને જો સાચી સરકાર ને ચૂંટાશે તો ભવિષ્ય નું ભારત ઉજ્જવલ બનશે.
જિલ્લા ના મહામંત્રી ખીમજી ભાઈ મોતિવરસ એ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ના લોક હિત ના નિર્ણયો આર્ટિકલ 370 હોય કે ડિજિટલ ઈંડિયા યુવા કાર્યકરો એ એમને હમેંશ ઘર ઘર સુધી સંદેશો પહોંચાડ્યો છે.રામ મંદિર ની સ્થાપના નો સંખનાદ વાગ્યો છે એ ટુંક સમય માં આપડું રામ ની પ્રતિમા સાથે આસ્થા નું પ્રતિક બનશે.

વિશેષ માર્ગદર્શન રાજકોટ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ અને પોરબંદર જિલ્લા યુવા ભાજપ ના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ એ આપ્યું હતું એમને જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લા નો યુવા મોરચા ના દરેક સફળ કાર્યક્રમ નો હું સાક્ષી રહ્યો છું. આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં યુવા મોરચા દ્વારા બુથ બુથ પર જઈ ને લોક સંપર્ક કરવામાં આવશે. સરકારી યોજનાઓ, માળખાકિય સુવિધા ભાજપ ની સરકાર માં આવી છે એમની ખાટલા બેઠકો નું આયોજન થશે. યુવા મોરચો ચૂંટણી ને અનુલક્ષી ને કામગીરી કરશે જ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવશે.

આગામી આયોજન રૂપી અને ભૂતકાળ માં યુવા મોરચા ના સફળતા ના અંશો ને યાદ કરતા યુવા મોરચા પ્રમુખ અજય બાપોદરા એ જણાવ્યું હતું કે યુવા મોરચા એક એક મજબૂત કાર્યકર્તા ની મેહનત થી આં સફળ કાર્યક્રમો થયેલ છે. ગૃહમંત્રી અમીત શાહ ની રેલી વખતે પોરબંદર થી કુતિયાણા ની ભવ્ય બાઇક રેલી કે યુવા સંવાદ કાર્યક્રમ દરેક પ્રોગ્રામ ને સફળ કરેલ છે.છેલ્લા વર્ષો માં જેટલા કાર્યક્રમો થયા છે એ ભવ્ય થી અતિભવ્ય થયા છે અને આ ભવ્ય કાર્ય ને પ્રદેશ હમેશા બિરદાવ્યું છે જયારે વાત ગઈ વિધાનસભા ચૂંટણી ની હોય તો પત્રકાર મિત્રો દ્વારા ચૂંટણી ની જીત નો એક શ્રેય યુવા મોરચા ની કામગીરી ને પણ આપવામાં આવ્યો હતો.અને આવનારા સમય માં પણ યુવા મોરચો આ રીતે કાર્ય કરતો રહશે.યુવા મોરચા ની બેઠક માં વિશેષ વાત એ રહી કે પોરબંદર જિલ્લા NSUI ના મંત્રી ચિરાગ માસણી અને એમ. ડી. સાયન્સ કોલેજ ના કેમ્પસ NSUI મહામંત્રી કુશ ઓડેદરા એ NSUI છોડી ભારતિય જનતા પાર્ટી ની વિચારધારા સાથે પક્ષ પ્રત્યે નિષ્ઠા,પ્રતિબદ્ઘતા,સમર્પણની ઉમદા ભાવના સાથે લોકસેવા અને દેશસેવા ના કાર્યો માં ભાજપ સરકાર અને યુવા ભાજપા ની સક્રિય કામગીરી અને પક્ષ માં દરેક કાર્યકર્તા નો અવાજ અને કાર્ય ના આધારે જવાબદારી ની પદ્ધતિ થી પ્રભાવિત થઇ યુવા મોરચા માં જોડાયા હતા.

અને પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને જિલ્લા ભાજપા ના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા ના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.જ્યારે વાત નવા કાર્યકરો ની આવે ત્યારે અગ્રણીઓ એ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં જ પોરબંદર જિલ્લા NSUI જર્જરિત હાલતમાં છે ત્યારે હવે તેના પાયા સ્વરૂપ NSUI ના હોદ્દેદારોનો સાથ પણ દિવસે ને દિવસે તૂટતો જાય છે, જોડાયેલ હોદેદારો નું જિલ્લા યુવા ભાજપ માં સ્વાગત છે ભાજપના હોદ્દેદારો એ યુવા ભાજપ ના પરિવાર માં જોડી આ યુવાનો ને આવકાર્યા હતા.

આગામી કાર્યક્રમ ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તારીખ 12 જાન્યુઆરી 2021 સ્વામી વિવેકાનંદ જી ના જનમ જયંતિ ના દિવસે યુવા નાદ સાથે ભવ્ય બાઈક રેલી નું આયોજન થશે.અને દરેક કાર્યકરો એ તેમાં જોડાશે.. છેલ્લા વર્ષો માં જેટલા કાર્યક્રમો થયા છે એ અતિ ભવ્ય થી ભવ્ય થયા છે અને આ ભવ્ય કાર્ય ને પ્રદેશ હમેશા બિરદાવ્યું છે. પોરબંદર યુવા ભાજપ દ્વારા આવનારા સમય પ્રદેશ ની સૂચનાઓ મુજબ ના કાર્યક્રમ ની માહિતી.

15 જાન્યુઆરી – યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ શ્રી રામ જન્મભૂમિ કાર્યાલય પર જઈ પોતાનો શ્રેષ્ઠ ફાળો જમા કરાવશે. અને ભવ્ય મંદિર ના નિર્માણ ના સહભાગી બનશે.
16 થી 25 જાન્યુઆરી – દરેક બુથ દીઠ ગ્રુપ મીટીંગ અને ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવશે દરમિયાન સમાજના આગેવાનો અને મુખ્ય મતદારો ને મળવામાં આવશે
તારીખ 1 થી 15 ફેબ્રુઆરી – હિન્દુઓનું આસ્થાનું પ્રતિક ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર બની રહેલા મંદિરમાં તને એકત્રીકરણ માટે ભગીની સંસ્થાઓ સાથે જોડાશે.

આં કાર્યક્રમ માં ઉપસ્થિત લોકો માં પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા , જિલ્લા ભાજપ પ્રમુખ મંત્રી અશોકભાઈ મોઢા તથા ખીમજીભાઈ મોતીવરસ, રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને પોરબંદર જિલ્લા યુવા મોરચાના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ, મહામંત્રી મહેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અજય બાપોદરા, મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખો , લખમણ ભાઈ ઓડેદરા ,જયભાઈ મોઢવાડિયા,હાર્દિકભાઈ રાજા,મંત્રી જયભાઈ કક્કડ, કિરીટભાઈ મોતિવરસ, યુવા મોરચાના શહેર પ્રમુખ વિશાલભાઈ પાંજરી, શહેરના ઉપપ્રમુખ સ્મિત જોગીયા, પવનભાઈ કાણકિયા શહેર મંત્રી નીરજ ભાઈ મોઢા , યુવા મોરચાના શહેર પ્રમુખ વિશાલભાઈ પાંજરી, કુતીયાણા યુવા મોરચાના શહેર પ્રમુખ માલદે ભાઈ ઓડેદરા મહામંત્રી જાતભાઈ ઓડેદરા છાયા મંડળ પ્રમુખ ભરતભાઈ ઓડેદરા , મીતેષભાઈ પોસતરીયા જગદીશ ભરાડા હરશીત ચાવડા,સતિષભાઈ સાણથરા,શુભમ જોશી , જિલ્લા આઇ ટી સેલ ના સહ કન્વીનર વિપુલભાઈ વ્યાસ, સેલ કન્વીનર પવનભાઈ સાયાણી , મયુર બી જોશી,અશવીન મોતીવરસ,શિવરાજસિંહ જાડેજા ઉપરાંત યુવા મોરચા ના કાર્યકરો આં કાર્યક્રમ ના સાક્ષી બન્યા હતા.

Advertisement