પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
સરકાર દ્વારા 26 ઓક્ટોબરથી ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ થશે.ત્યારે પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માત્ર 11434 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અંદાજીત 48000 ખેડૂતો માંથી માત્ર પચીસ ટકા જ ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવતા ગત વર્ષની સરખામણી માં રજીસ્ટ્રેશન ની સંખ્યા માં 50 ટકા ઘટાડો થયો છે.

પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા. 20 સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ની કામગીરી કરવામાં આવી હતી.જેમાં પોરબંદર તાલુકામાં 6104 ખેડૂતો,રાણાવાવ તાલુકામાં 2167 અને કુતિયાણા તાલુકા માં 3163 ખેડૂતો મળી કુલ 11434 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ગયા વરસે જીલ્લા માં 20490 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આમ ગત વરસ ની સરખામણી એ 50 ટકા જેટલા ખેડૂતો એ જ રજીસ્ટ્રેશન માં ઉત્સાહ બતાવ્યો છે.

તો કુલ ૬૨૦૦૦ ખાતેદારો માંથી અંદાજે 48000ખેડૂતો એ મગફળી નું વાવેતર કર્યું છે.જેમાંથી માત્ર 11434 ખેડૂતો એ જ ટેકા ના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.વાવેતર ના આંકડા જોઈએ તો પોરબંદર તાલુકા માં 45070 હેકટરમાં,રાણાવાવ તાલુકામાં 20600 હેકટરમાં અને કુતિયાણા તાલુકામાં 25930 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે.
મગફળી ના ઉતારા માં પણ મોટો ઘટાડો

આ વખતે પોરબંદર જીલ્લા માં 250 ટકા થી વધુ વરસાદ વરસતા મગફળી ના પાક ને વ્યાપક નુકશાન થયું છે.અતિવૃષ્ટિ ની સીધી અરસ મગફળી ની ગુણવતા પર પડી છે.ગત વર્ષે એક હેકટરે 2500 કિલો મગફળીનું ઉત્પાદન થયું હતું.પરંતુ આ વખતે હેકટર દીઠ માત્ર 1000 થી 1200 કિલોનો ઉતારો થયો છે.

Advertisement