પોરબંદર
પોરબંદર જીલ્લા માં વધુ અઢી ઈચ વરસાદ પડ્યો છે.ઉપરવાસ ના વરસાદ ના કારણે ભાદરકાંઠા ના વિસ્તાર માંથી અને પોરબંદર શહેર ના કેટલાક વિસ્તાર માં થી 600 લોકો નું સ્થળાંતર કરાયું છે.
પોરબંદર જીલ્લા માં રાત્રી દરમ્યાન વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યાર બાદ વરાપ નીકળ્યો હતો.પરંતુ સાંજે 5 બાદ ફરી વાતાવરણ માં પલટો આવતા ત્રણેય તાલુકા માં વરસાદ વરસ્યો હતો.પોરબંદર માં ૪૭ મીમી રાણાવાવ માં ૬૩ મીમી અને કુતિયાણા માં ૪૦ મીમી વરસાદ વરસ્યો છે.વહીવટી તંત્ર દ્વારા વરસાદની આગાહી અને ઉપરવાસના ડેમો ઓવર ફલો થવાની સંભાવનાને ધ્યાને લઈને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું હંગામી સ્થળાંતર કરવામા આવી રહ્યું છે.
કલેકટર અશોક શર્મા ના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને ભાદરકાંઠાના ગામોમાં અને વાડી વિસ્તારોમાં કે જ્યાં ભાદરના પાણી ફરી વળે છે.એવા વિસ્તારોમાં રાત્રે પંચાયત અને રેવન્યુ ના કર્મચારીઓએ ગામોની મુલાકાત લઈને સરપંચો સાથે મીટીંગો કરીને લોકોને સ્થળાંતર માટે સમજાવ્યા હતા.ભાદરકાંઠાના ગામો માં માંડવા, થેપડા, કાસાબડ, કુતિયાણા ના ચુનારાવાડ,ભડ, લુશાળા તેમજ કુતિયાણા રાણાવાવ અને પોરબંદર તાલુકાના ભાદરદરકાંઠાના વિસ્તારોમાં લોકોને સંભવિત પૂરની પરિસ્થિતિ સામે એલર્ટ કરી પૂર આવે ત્યારે લોકો સલામત રહે તે માટે સાવચેત કરવામાં આવ્યા છે.
કુતિયાણા તાલુકા માંથી,રાણાવાવ તાલુકા માંથી અને પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર ના અને શહેરમાં ચોપાટી વિસ્તારના ઝુપડપટ્ટી એરિયાના લોકો મળી કુલ 600 લોકો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.વરસાદની સ્થિતિ તેમજ સંભવિતપુર ની સ્થિતિ ને ધ્યાને લઈને જિલ્લાના તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાએ રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત છે. અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ પણ ૭૦ ટકા ભરાઈ ગયો હોવાથી પોરબંદર તાલુકા ના અડવાણા,ભેટકડી ,સોઢાણા,મિયાણી ગામના લોકો ને નદી ના પટ માં અવરજવર ન કરવા સુચના અપાઈ છે.