ફાઈલ તસ્વીર

પોરબંદર
પોરબંદર જિલ્લામાં સારા વરસાદ ના પગલે શિયાળુ વાવેતર માં ગત વર્ષની સરખામણીએ 13404 હેકટર નો વધારો થયો છે.જેમાં ચણા,ઘઉં,ધાણા,શાકભાજીના વાવેતરમાં વધારો તો જીરૂ અને રવિજુવારના વાવેતરમાં ઘટાડો થયો છે.

પોરબંદર જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન ખુબ જ સારી મેઘમહેર થઇ હતી.અને 225 ટકાથી વધુ વરસાદ વરસી જતા તળાવ,વોકળા,કુવાઓ, ડેમ પાણી થી છલકાયા હતા.જેથી ખેડૂતો ને પિયતની મુશ્કેલી હળવી થઇ હતી. જોકે ચોમાસા બાદ કમોસમી વરસાદ ના કારણે પાકને નુકશાન પણ થયું હતું.પરંતુ એકંદરે સારો વરસાદ થતા ખેડૂતોએ આ વખતે સારું એવું રવિ વાવેતર કર્યું છે.

ગત વર્ષે જિલ્લામાં કુલ 105167 હેકટરમાં રવિ વાવેતર થયું હતું.જ્યારે આ વખતે 118571 હેકટરમાં વાવેતર થતા ગત વર્ષની સરખામણીમાં આ વખતે વાવેતર 13404 માં હેકટર નો વધારો થયો છે.ગત વર્ષની સરખામણીમાં ચણાનું વાવેતર બમણાંથી વધુ નોંધાયું છે.ગત વરસે ચણા નું વાવેતર 14875 હેક્ટર માં થયું હતું.જયારે આ વખતે 34848 હેક્ટર માં થયું છે.આમ ચણા ના વાવેતર માં 19973 હેક્ટર નો રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે.ઘઉં નું ગત વરસે 23005 હેક્ટર માં વાવેતર થયું હતું.જયારે આ વખતે 31460 હેક્ટર માં વાવેતર થયું છે.આમ ઘઉં ના વાવેતર માં 8455 હેક્ટર નો વધારો થયો છે.

Advertisement

વાત કરીએ જીરા ની તો જીરું ગત વરસે 30210 હેક્ટર માં વાવવામાં આવ્યું હતું.જયારે આ વરસે જીરું 16748 હેક્ટર માં વાવેતર થયું છે.આમ જીરા ના વાવેતર માં 13462 હેક્ટર નો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. રવી જુવાર નું ગત વરસે 12490 હેક્ટર માં થયું હતું. જયારે આ વરસે 7280 હેક્ટર માં વાવેતર થયું છે.આમ રવી જુવાર માં પણ 5210 હેક્ટર નો ઘટાડો થયો છે.ધાણા ગત વરસે 12075 હેક્ટર જયારે આ વખતે 16325 હેક્ટર અને શાકભાજી નું ગત વરસ નું વાવેતર 570 હેક્ટર જયારે આ વખતે 710 હેક્ટર માં થયું છે.

Advertisement