Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં અભયમ ટીમે એક વર્ષ માં ૧૬૧૨ મહિલાઓ ની મદદ કરી

પોરબંદર

પોરબંદર જીલ્લા માં ૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવા ને સાત વર્ષ પૂર્ણ થયા છે.છેલ્લા એક વર્ષ માં અભયમ ટીમ દ્વારા ૧૬૧૨ મહિલાઓ ને મદદ કરવામાં આવી છે.

પોરબંદર માં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-સુચન-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે સાત વર્ષ પહેલા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ની શરુઆત કરવામાં આવી હતી.સાત વર્ષ દરમ્યાન જિલ્લામાંકુલ ૯૮૭૬ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ પુરું પાડવામાં આવ્યું છે.તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમે જઇ ને ૨૮૩૦ મહિલાઓને મદદ પુરી પાડી છે.

છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૨૯૨,લગ્નજીવનના વિખવાદના ૧૫,આડોશી-પાડોશી સાથેના ઝઘડા ના ૪૯,બાળકની કસ્ટડી માટે ના ૨૦,ફોન પર કે શારીરિક પજવણીના ૮ કેસ,ઘરેથી નીકળી ગયેલા-ભૂલાપડેલા-બિનવારસ માનસિક અસ્વસ્થ ના ૨૮,આત્મહત્યાના પ્રયાસ કે વિચાર કરતા ૧ તેમજ અન્ય પ્રકારના ૨૪ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે.

જિલ્લામાં છેલ્લા એક વર્ષ માં સલાહ-સુચન-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા ૧૬૧૨ ફોન કરવામાં આવ્યા હતા.જેમાંથી ૧૧૪૦ કેસ માં ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે યોજનાઓ વિશેની કે અન્ય માહિતિ આપવામાં આવી હતી.અને ૪૭૨ કેસ માં મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુવાન મારફત ઘટનાસ્થળ પર જઇને મદદ કરાઈ હતી.જયારે 2૬૬ કેસ માં આગેવાનો અને કુટુંબના સભ્યો સાથેપરામર્શ કરી સ્થળ પર સમસ્યા નુ સામાધાન કરવામાં આવ્યું હતું.જયારે ૨૦૧ કેસ માં મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય સંસ્થા કે વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવી હતી.

 ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહારકે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
• ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
• મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

 મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
• ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
• જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન,વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી.મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
• શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
• માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
• આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે