પોરબંદર
પોરબંદર ના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ની આગેવાની માં યુવા મોરચા પ્રમુખ સાથે કોવીડ હોસ્પિટલ ની મુલાકાત લેવામાં આવી હતી.

પોરબંદર જિલ્લા ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ માં પોરબંદર ના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.તો આ તકે પોરબંદર ના લોકો ની સ્વાસ્થ્ય મામલે ચિંતા અને સુવિધા હેતુ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ મોઢવાડીયા,જિલ્લા યુવા મોરચા પ્રમુખ અજયભાઈ બાપોદરા,જિલ્લા મંત્રી ભીખુભાઇ ગોસ્વામી,શૈલેષ ગોહેલ એ કોરોના વૉર્ડમાં સેવારત ડોક્ટર, પ્રોફેસર,રેસીડન્ટ,ઈંન્ટર્ન, નર્સ અને સફાઈ કર્મચારીઓ તેમની સેવાઓને બિરદાવી હતી.

તેમણે સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હૉસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.

દર્દીઓને તાત્કાલિક રાહત આપવા માટે તેઓ થાક્યા વગર અવિરત કામ કરે છે.આગેવાનો એ વધુ માં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઇ છે.ત્યારે પોરબંદર માં ડોકટરો ના પ્રયાશો અને જાગૃત લોકો ની સાવચેતી થી કોવિડ-19ની અસરોને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય ક્ષેત્રને જે પડકારોનો સામનો કરવો પડે છે.એ પડકાર ને જીલી ને પોરબંદર માં સંક્રમણ થી બચાવવામાં સફળતા મળી છે.

ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય સંભાળ પ્રોફેશનલોની સખત પરિશ્રમ સાથેની પ્રતિબદ્ધતા અને એકાગ્રતાને બિરદાવવા એ આપણી ફરજ છે.પ્રધાનમંત્રી દ્વારા નિયમિત દેખરેખ અને માર્ગદર્શનના કારણે તેમજ સ્વાસ્થ્ય યોદ્ધાઓ દ્વારા ત્વરીત કામગીરી અને તેમના સહકારના કારણે અમે આ બીમારીને ભારતમાં અસરકારક રીતે અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement