પોરબંદર
પોરબંદર જીલ્લા માં કોરોના ના સંક્રમણ માં વધારો થતો હોય તેમ એક વિદ્યાર્થીની સહીત બે ના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.
પોરબંદર જીલ્લા માં કોરોના ના સંક્રમણ માં વધારો થયો છે.બે દિવસ પહેલા ચાર કેસ નોંધાયા બાદ વધુ 2 કેસ નોંધાયા છે.જેમાં બિરલા સાગર સ્કુલ ની ૧૫ વર્ષીય વિદ્યાર્થીની તથા શીતલાચોક નજીક રહેતી ૫૦ વર્ષીય મહિલા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જીલ્લા માં એક્ટીવ કેસ ની સંખ્યા ૭ થઇ છે.જેમાં 2 દર્દી હોસ્પિટલ ખાતે જયારે ૫ દર્દી હોમ આઈસોલેસન માં છે.બિરલા સાગર સ્કુલ માં અગાઉ ૧૫ વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત બન્યો હતો.ત્યાર બાદ તાજેતર માં વિદેશ થી પરત આવેલ શિક્ષિકા નો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.ત્યાર બાદ વધુ એક વિદ્યાર્થીની સંક્રમિત થતા આરોગ્ય વિભાગ ની ટીમ તુરંત શાળા ખાતે દોડી ગઈ હતી.અને તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ નો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.