પોરબંદર
ગુજરાતની કોસ્ટલ લાઇન પર આવેલો પોરબંદર જીલ્લો કુલ-૧૦૫ કિલોમીટર જેટલી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વની દરીયાઇ સીમા ધરાવે છે. સુરક્ષા-પેટ્રોલીંગ માટે ફાળવવામાં આવેલી ઇન્ટરસેપ્ટર બોટ હાલ ચોમાસાની સીઝનને અનુલક્ષીને કાર્યરત રાખી શકાય તેમ નથી. આવા સંજોગોમાં પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ એ દૂરંદેશીપૂર્વક વિકલ્પ વિચારતાં તમામ મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ માટે કાયાકીંગ-સર્ફીંગ- સી સ્વિમીંગની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.
આયોજનના ભાગરૂપે આજરોજ નવીબંદર ખાડી વિસ્તાર ખાતે SSB (સશસ્ત્ર સીમા બલ) ના સહયોગથી હાર્બર-મરીન, નવીબંદર-મરીન, મિયાણી-મરીન તથા દરીયાઇ સીમા ધરાવતા માધવપુર પોલીસ સ્ટેશનના તથા એસ.ઓ.જી. ના અધિકારી તેમજ ૧૫ જેટલા પોલીસ જવાનો તથા SRD (સાગર રક્ષક દળ)ના જવાનોને કાયકીંગ-સર્ફીંગ-સી સ્વિમીંગની તાલીમ આપી સજ્જ કરવામાં આવેલ છે. જેથી તેઓ ભવિષ્યમાં શાંત જળસીમા વિસ્તારમાં કાયકીંગનો ઉપયોગ કરી દરીયાઇ સુરક્ષા માટે કાર્યરત કરી શકશે. આ કાયાકીંગની તાલીમ ઓચીંતા આવી પડેલ પૂર (ફ્લડ) પરીસ્થિતીમાં પણ વિશેષ ઉપયોગી થઇ શકે તેમ છે.
પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે જાતેથી તાલીમમાં ઉ૫સ્થિત રહી અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારી તથા સાગર સુરક્ષા દળ ના જવાનોને પ્રેરણા-માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.તેમજ તાલીમની ઉપયોગીતાને ધ્યાને લઇ સમયાંતરે અન્ય પોલીસ સ્ટાફ માટે પણ SSB (સશસ્ત્ર સીમા બલ)ના સંકલનમાં રહી આવી તાલીમ યોજવા SOG PI પી.ડી.દરજી ને સુચના આપેલ છે.

Advertisement