પોરબંદર
પોરબંદર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી તા.૨૫ જાન્યુઆરી એ બપોરે ૧૨ કલાકે કલેકટર કચેરી,જિલ્લા સેવા સદન-૧ ખાતે કરાશે.આ ઉપરાંત જિલ્લાના દરેક મતદાન મથકે ૫-૫ નવા મતદારોને ઇ-એપિક કાર્ડ અપાશે.નાયબ જિલ્લા ચુંટણી અધિકારી કે.વી.બાટીએ જણાવ્યું હતું કે,જિલ્લાના તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ મારફતે નવા ૫-૫ મતદારોને ઇ-એપિક કાર્ડ (ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇટેન્ટીક કાર્ડ) જે-તે મતદારના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી અપાશે. આ કાર્ડની જે-તે વ્યક્તિ પ્રિન્ટ પણ કાઢી શકે છે.

ડીજી લોકરની માફક આ એપ્લીકેશનમાં જરૂરી સુવિધાઓ મળી રહે છે. ઇલેક્શન કમિશન દ્રારા વિકસાવાયેલી આ એપ્લીકેશન આગામી ૧ ફેબ્રુઆરી સમયાંતરે તમામ મતદારોના મોબાઇલમાં ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. અને તેના પ્રચાર પ્રસારની કામગીરી કરાશે. દર વર્ષે કોલેજો સહિતની સંસ્થાઓમાં કાર્યક્રમો સાથે રેલી યોજવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાના પગલે રાજ્યના ગવર્નરના કાર્યક્રમનુ જિલ્લાના તમામ તાલુકા મથકોએ લાઇવ પ્રસારણ કરાશે. પોરબંદરમાં કલેકટર કચેરીએ યોજાનાર કાર્યક્રમમાં એન.સી.સી કેડેટ, નહેરૂ યુવા કેન્દ્ર, એન.એસ.એસ, ના કાર્યકરો, અંધજન મંડળના દિવ્યાંગો જોડાશે.

 

Advertisement