આનંદ અને ઉત્સાહનો સોનેરી તહેવાર એવો પતંગોત્સવ દરેક નાગરિક હળીમળી અને કોઈ પણ ભેદભાવનો સંકોચ રાખ્યા વગર ઉજવે તેવા હેતુસર જિલ્લા યુવા ભાજપ પોરબંદર દ્વારા જિલ્લા ના અનેક વિસ્તારો માં પતંગોનું વિતરણ કર્યું હતું જેમાં પોરબંદર શહેર ઉપરાંત પોરબંદર જિલ્લા માં વિવિધ જગ્યા ઓ પર આં કાર્યકમ યોજવામાં આવ્યો હતો. જેમા છાયા શહેર ખાતે રઘુવંશી સોસાયટી ખાતે.ત્યાર બાદ રાણાવાવ શહેર માં આશાપુરા ચોક ખાતે, પોરબંદર શહેર મા કર્લી પુલ પાસે અને સ્વામી વિવેકાનંદ ખાતે,પોરબંદર ગ્રામ્ય વિસ્તાર માં સીંગરીયા ના વણકર વાસ ઉપરાંત પોરબંદર ગ્રામ્ય વિસ્તાર માં આવેલ પાલખડા નજીક ખોડિયાર ડેરી ખાતે નાના ભૂલકાઓને પતંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુતિયાણા શહેર ખાતે બહારપુરા વિસ્તાર માં અને એસ. એમ.જાડેજા કોલેજ ખાતે કુતિયાણા ગ્રામ્ય પંથક માં માવ ગ્રામ પંચાયત ખાતે બાળકો ને પતંગ નું વિતરણ કરાયું હતું સંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે થયેલ પતંગ વિતરણ ના આ કાર્યક્રમ માં પતંગો સ્વીકારતા બાળકોની ના ચહેરા પર અનેરી ખુશી વર્તાઈ રહીં હતી.આ તકે યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરા એ જણાવ્યું હતું કે પતંગ આપતી વેળાએ છોકરાઓ ની ખુશીનો કોઈ પાર નથી. તહેવારોનો આનંદ દરેક વ્યક્તિ સહભાગીદારીથી ઉજવે તેવી લાગણી સેવી આં કાર્ય કરવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિ ને પતંગોત્સવની યુવા ભાજપ પોરબંદર એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

 

Advertisement