પોરબંદર
પોરબંદર જિલ્લા કોંગ્રેસ ની કારોબારી યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પુનીત શર્માની ખાસ ઉપસ્થિતિ રહી હતી.આ કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં યુવક કોંગ્રેસની જવાબદારી મોટી રહેશે તેવુ પ્રભારીએ જણાવ્યુ હતુ.આ કારોબારીમાં યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ધર્મેશભાઈ પરમારે આ તકે યુવાનોને આગામી લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી.આગામી દિવસોમાં પક્ષ અને સંગઠનને કેવી રીતે મજબુત કરવુ અને વધુ યુવાનોને કઈ રીતે પક્ષ તરફ વાળવા તે અંગે પણ આ કારોબારીમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આગામી દિવસો માં યુવક કોંગ્રેસ પ્રજા અને યુવાનો નો અવાજ બની અને સરકાર ને જગાડશે તેવું પણ જણાવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના આદેશથી સમગ્ર દેશમાં હાલ યુવક કોંગ્રેસના યુવાનો ખેડૂતો અને બેરોજગાર યુવાઓ પાસે જઈને તેમની વેદના સાંભળી રહ્યા છે.આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના મેનીફેસ્ટોમાં ખેડૂતો અને યુવાનોના જે પણ પ્રશ્નો છે તેમનો સમાવેશ કરશે તે બાબતે ચાલો પંચાયત અભિયાનની શરુઆત કરવામાં આવી છે ત્યારે પોરબંદર યુવક કોંગ્રેસના પ્રભારી અને યુવક કોગ્રેસના પ્રમુખના હાથે “ચાલો પંચાયત અભિયાન” ફોર્મનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.આ કારોબારીમાં નવ નિયુક્ત પ્રમુખ ધર્મેશભાઈ પરમાર,સોશિયલ મીડિયા શહેર જિલ્લાના કોર્ડીનેટર ચિરાગ ઓડેદરા તેમજ તાલુકા સોશિયલ મીડિયા કોર્ડીનેટર રાજેશભાઈ મોઢવાડીયાનુ યુવક કોંગ્રેસ દ્વારા ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કારોબારીમાં જિલ્લા પ્રભારી પુનીત શર્મા,ભેસાણ યુવક કોંગ્રેસ મહામંત્રી અજીત વિંઝુડા,નવનિયુક્ત પ્રમુખ ધર્મેશભાઈ પરમાર,શહેર પ્રમુખ હરીશ કોટીયા,જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપ ખુંટી,ભાવેશ ખુંટી,રાહુલ ચુડાસમા,યુવક કોંગ્રેસ અગ્રણી રામભાઈ આગઠ,જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ કિશન રાઠોડ,રાજેશભાઈ મોઢવાડીયા,ચિરાગ ઓડેદરા તેમજ સમગ્ર યુવક કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહી હતી.

Advertisement

Advertisement