Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાનની તૈયારીઓ શરુ

પોરબંદર

પોરબંદર જિલ્લામાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાનની તૈયારીઓ શરુ કરાઈ છે.જે અંગે વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન યોજવામાં આવે છે.મુખ્ય સચિવે પોરબંદર જીલ્લા માં સુજલામ્ સુફલામ્ ૨૦૨૨ માટે અધિકારીઓ ને વિડીયો કોન્ફરન્સ મારફતે માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે કલેકટર અશોક શર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે જીલ્લામાં ગત વર્ષે જનભાગીદારીથી ૧૬૯ કામોમાં ૪.૧૨ લાખ ઘનમીટર તળાવ ઉંડા ઉતારવાના કામો દ્વારા અંદાજે 370 એમસીએફટી જળસંચય કામો થયાં છે.આ કામોમાં મનરેગા અંતર્ગત ૬૧૩૯૦ માનવદિન રોજગારી પૂરી પડાઇ છે.ચાલુ વર્ષે જનભાગીદારી સઘન બનાવી અંદાજે ૧૫૦ જેટલા કામોમાં સાડા છ લાખ ઘનમીટર જળસંચયના કામો સાથે ૯૫ કીમી કેનાલ સફાઇ નું આયોજન છે તથા ગ્રામવિકાસ વિભાગ દ્વારા મનરેગા તળે ૫૦થી વધુ કામો હાથ ધરવાનું આયોજન છે.જીલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ ઉત્સાહથી સહભાગી થાય તેવી હાર્દિક અપીલ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે