પોરબંદર
પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની કલમ-૨ અન્વયે પોરબંદરના ૧૦ વિસ્તારમાં તા.૧૪ સપ્ટેમ્બર થી તા.૧૧ ઓકટોબર સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

Advertisement

 

 

 

(૧) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સરકારી હોસ્પીટલ કવાર્ટર ખાતે ઉત્તરે કેતન નાથા કિશોરના ઘરથી દક્ષિણે લાલજી ખીમા રાઠોડના ઘર સુધીનો વિસ્તાર.
(૨) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના એસ.વી.પી. રોડ શીતલા ચોક ખાતે પુર્વમાં પ્રભાત ફર્ટીલાઇઝરથી દક્ષિણે પ્રભાત ઓઇલ સુધીનો વિસ્તાર.
(૩) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં પૂર્વે હરીશ મગનલાલ શાસ્ત્રીના ઘરથી પશ્ચિમે રતનશી કરશનના ઘર સુધીનો વિસ્તાર,
(૪) પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના સીમર ગામે દક્ષિણે મંગા નાથા પરમારના ઘરથી ઉત્તરે ચના માલદે પરમારના ઘર સુધીનો વિસ્તાર,
(૫) પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના બખરલા ગામે દક્ષિણે મગન વેલજી મારૂના ઘરથી ઉત્તરે લખમણ માલદે મારૂના ઘર સુધીનો વિસ્તાર
(૬) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં ઉત્તરે ભદ્રેશ દેવકરણ ગઢીયાના ઘરથી દક્ષિણે દેવકરણ ગઢીયાના ઘર સુધીનો વિસ્તાર.
(૭) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના સત્યનારાયણ મંદીર પાસે પૂર્વે પંકજ નાથા વાઘેલાના ઘરથી પશ્ચિમે હીતેશ જેઠાલાલ અમલાણીના ઘર સુધીનો વિસ્તાર,
(૮) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના એસ.બી.એસ.કોલોની છાંયા વિસ્તારમાં પૂર્વે હીના જેઠવાના ઘરથી પશ્ચિમે મોહનભાઈ મથુરાદાસ જોશીના ઘર સુધીનો વિસ્તાર.
(૯) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના છાંયા દરબારગઢ વિસ્તારમાં ઉત્તરે રણમલ પૂજા મોઢવાડીયાના ઘર થી દક્ષિણે સંજય પ્રેમજી વાજાના ઘર સુધીનો વિસ્તાર,
(૧૦) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં યુગાન્ડા રોડ પરના શ્રીજી પેલેસમાં બીજો માળ સુધીનો વિસ્તાર, તા.૧૪-૦૯-૨૦૨૦ થી ૧૧-૧૦-૨૦૨૦ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે. માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાક થી ૧૯.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

Advertisement