પોરબંદર
પોરબંદર ની ખાસ જેલ માં ભરણપોષણ ના કેસ માં સજા કાપતા વંથલી પંથક ના કેદી એ આજે સવારે ફિનાઈલ પી આપઘાત ની કૌશિશ કરતા તેને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેણે જેલ ના સત્તાવાળાઓ સામે આક્ષેપ કર્યા છે જો કે જેલરે તમામ આક્ષેપ નકાર્યા છે
વંથલી ના મોટા કાજેલીયા ગામનો વતની નીલેશ નાનજી વાઘેલા (ઉવ ૩૬) પત્ની ને ભરણપોષણ ચૂકવી ન શકતા તેને છ માસ ની સજા થઇ હતી આથી તેને પોરબંદર ની ખાસ જેલ માં મોકલવામાં આવ્યો હતો અહી પણ તે ચડત ભરણપોષણ ની રકમ ન ચુકવતા તેની સજા માં વધારો થયો હતો આથી તે સાત માસ થી પોરબંદર ની ખાસ જેલ માં જ સજા ભોગવી રહ્યો છે આજે સવારે તે જેલ માં ફીનાઈલ વડે સફાઈ કરી રહ્યો હતો તે દરમ્યાન જેલ સ્ટાફ નું ધ્યાન ચૂકવી અને ફિનાઈલ ની બોટલ ગટગટાવી હતી જેથી એક પોલીસકર્મી નું ધ્યાન પડી જતા તેણે ફિનાઈલ ની બોટલ આંચકી લીધી હતી દરમ્યાન માં નીલેશ ની સ્થિતિ ગંભીર થતા તેને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો અહી તેણે પત્રકારો સમક્ષ જેલ ના સુબેદાર સામે એવા આક્ષેપ કર્યા હતા કે તેને જેલ માં ખુબ ત્રાસ આપવામાં આવતો હતો અને વધારે પડતું કામ કરાવવામાં આવતું હતું ઉપરાંત વિજયસિંહ જાડેજા નામનો કર્મચારી ઘણા સમય થી હેરાન કરે છે અને તે ખે તેટલું કામ ન કરે તો ચા નાસ્તો પણ તેને આપવામાં આવતા ન હતા અને વાંરવાર રાજકોટ જેલ ખાતે ધકેલી દેવાની ધમકી આપતો હતો અને તેની સજા ક્યારે પૂરી થાય તે અંગે પણ કોઈ માહિતી આપતો ન હતો વારંવાર ની હેરાનગતી ના કારણે કંટાળી ને તેણે આજે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું જો કે આ અંગે ખાસ જેલ ના જેલર બારમેડા ને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે વાંરવાર ભરણપોષણ ની સજા ના કારણે નીલેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો છે અને આ અસ્થિરતા ના કારણે તેણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે જેલ માં તેને કોઈ વધારા નું કામ કરાવવામાં આવતું નથી.કેદી ફિનાઈલ પી લેતા આજે જેલ માં પણ દોડધામ મચી ગઈ હતી

Advertisement