પોરબંદર

આજ ની યુવાપેઢી શહેર ની ઐતિહાસિક ધરોહર સમી કલાત્મક ઈમારતો થી માહિતગાર થાય તે માટે પોરબંદર કન્ઝર્વેટરી તથા લાયન્સ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે હેરીટેજ ફોટો વોક અને સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યા માં સ્પર્ધકો એ જોડાઈ અને શહેર ની કલાત્મક ઈમારતો ની ફોટોગ્રાફી કરી હતી.

પોરબંદર ના જુના પોરબંદર વિસ્તાર માં અનેક કલાત્મક કોતરણી ધરાવતી ઈમારતો આવેલી છે.આ ઐતિહાસિક ધરોહર થી આજ ની યુવાપેઢી માહિતગાર થાય તથા ફોટોગ્રાફી માં રસ ધરાવતા કલાપ્રેમીઓ માટે પોરબંદર કન્ઝર્વેટરી તથા લાયન્સ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે શહેર ની ઐતિહાસિક ઈમારતો અને ગલીઓની એક ઐતિહાસિક ફોટો વોક અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થા ના રાજેશભાઈ લાખાણી એ જણાવ્યું હતું કે ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિ ની ઝાંખી કરાવતો વિસ્તાર એટ્લે જુનું પોરબંદ૨.આ વિસ્તાર ની ફોટોવોક સ્પધા અંતર્ગત ૫૦ થી વધુ ફોટોગ્રાફરોએ પોરબંદર કન્ઝર્વેટરી ના નિશાંત બઢ અને ડૉ રાજેશ કોટેચા દ્વારા નિર્ધારિત ક૨વામાં આવેલ અલગ અલગ સ્થળો જેવા કે પાલાનો ચોક,શીતલાચોક દરબારગઢ, પારેખ ચકલો, હોળી ચકલો, સોની બજાર, માણેક ચોક, નાંદોલા હાઉસ, બુરહાની મસ્જીદ, ખારવા સમાજ મઢી,રામદેવજીનો ડાયરો, કથાનો ડાયરો વગેરે સ્થળોએ મુલાકાત લઇ ફોટોગ્રાફી કરી હતી.

આ સમગ્ર આયોજન માં જીલ્લા પોલીસ વડા ડો રવિમોહન સૈનિ,સમસ્ત બારગામ ખરવા જ્ઞાતિ ના વાણોટ પવનભાઈ શિયાળ,લોહાણા મહાજન ના સેક્રેટરી રાજેશભાઈ લાખાણી,લાયન્સ ક્લબ પ્રમુખ પંકજ ચંદારાણા એ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ ને વધારી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આગામી સમયમાં આ ગ્રુપ દ્વારા આ તમામ ફોટોગ્રાફ નું પ્રદર્શન અને વિજેતા ઘોષિત ક૨વામાં આવશે.શહેર માં પ્રથમ વખત આ પ્રકાર નું નવતર આયોજન થતા શહેરીજનો એ પણ ઉત્સાહભેર ભાગ લઇ બિરદાવ્યું હતું.

Advertisement