Saturday, October 1, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની યુવા શાખા દ્વારા યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો

પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની યુવા શાખા દ્વારા યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમા માર્ગદર્શન આપવા કર્નલ રાજેશ સિંહ, SC,SM શોર્યચક્ર અને સેના મેડલ વિજેતા, લેક્ટિનેટ કમાન્ડર રોહિત ધનખડ તેમજ નિવૃત્ત સૈનિક અને ગીર સોમનાથ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં દેશ માટે શોર્ય ભર્યું કાર્ય કરનાર શ્રી કર્નલ રાજપુતાના રાયફલમાં હાલ ફરજ બજાવે છે. અને તેમણે અહીં પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાત લઇ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પોરબંદરને શોર્ય અને ઉર્જાવાન પાવન ધરતી છે તેવું કહ્યું હતું. તથા પોરબંદરના પનોતા પુત્ર શહીદ વીર નાગાર્જુન સિસોદિયાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે મહેર સમાજના અધિકારીઓ દ્વારા ફાળો એકત્રિત કરી સર્વ જ્ઞાતિ માટેશ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે UPSC અને GPSC ક્લાસની તૈયારી કરતા યુવાનો માટે એક લાઇબ્રેરી પણ ખુલ્લી મૂકી હતી. યુવાનોને માર્ગદર્શન આપતા દેશભક્તિ અને જુનૂનથી દેશ સેવાનું આહવાનશ્રી કર્નલ સામે કર્યું હતું.
આ કાર્યક્રમમાં આર્મીમાં ભરતી અર્થે કમાન્ડરશ્રી ધનખડ અને રાણાભાઇ ઓડેદરાએ પણ ખૂબ જ ઝીણવટ ભરી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના સભ્યો તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમા રાણાભાઇ સીડા, નાગેશ ભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, બચુભાઈ આંત્રોલીયા, પ્રિન્સિપાલ નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તારીયા, હમીરભાઇ ખીસ્તરીયા અને ખૂબ જ મોટી સંખ્યામાં માજી સૈનિકો જોડાયા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે