Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટ્ય મહોત્સવ નિમિતે યોજાયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં હજારો વૈષ્ણવો જોડાયા

પોરબંદર

પોરબંદર ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને શ્રીમદ ભાગવત કથા યોજાઈ છે.જેનો લાભ હજારો વૈષ્ણવો લઇ રહ્યા છે.

પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ અનુસંધાને યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં કળિયુગની દરેક સમસ્યાઓનું નિરાકરણ શ્રીમદ ભાગવત કથામાં છે તેવો સુર ઉઠવા પામ્યો હતો.ગૌ.વા.વ્રજકુંવરબેન ગુલાબદાસ સામાણીના મનોરથ સ્વરૂપે શાંતિલાલ કરશનદાસ પોપટ પરીવાર દ્વારા બિરલા હોલ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં કથાના વક્તા આદિત્ય શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,શ્રીમદ ભાગવત ગીતા એક એવું પુસ્તક છે કે જેમાં જીવનની દરેક સમસ્યાનો હલ રહેલો છે.

આજના સમયમાં શ્રીમદ ભાગવત ગીતાનું મહાત્મ્ય દિવસે ને દિવસે વધતું જાય છે.ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોતમ કહેવામાં આવે છે.કેમકે કૃષ્ણ પરિસ્થિતિ જેવી છે એનો સ્વીકાર કર્યો છે. જીવનમાં જે કોઈપણ પરિસ્થિતિ આવે તેનો સ્વીકાર કરતા ભગવાન શ્રીકૃષ્ણ શીખવાડે છે.તેમણે જીવનમાં સુખ-દુઃખ, હિંસા, અહિંસાનો સ્વીકાર કર્યો છે.કોઈ બાળ કૃષ્ણના સ્વરૂપને માને છે તો કોઈ દ્વારિકાધીશને માને છે તો કોઈ મથુરાધિપતિને પણ આપણે જ્યારે અખીલાધિપતિના સ્વરૂપનો સ્વીકાર કરતા થઈશું ત્યાર જ આપણે જીવનનો સંપૂર્ણ સ્વીકાર કરી શકશું.ભગવાન શ્રીકૃષ્ણ જ એક એવું પાત્ર છે કે જે આપણે જીવન જીવતા શીખવાડે છે.કર્મ અને કાર્ય વચ્ચેનો ભેદ રામજાવે છે.જીવનમાં આવતા બદલાવની સાથે પોતાની જાતને કઈ રીતે બદલવી તે શીખવાડે છે.

ભાગવત સપ્તાહના અલૌકિક કાર્યક્રમો પોરબંદરમાં બિરલા હોલ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં તા. ૨૨.૪.૨૦૨૨ ના રોજ શ્રી વામન પ્રાકટય શ્રી રામ પ્રાકટ્ય,શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાશે,તા.૨૩.૪.૨૦૨૨ ના રોજ ગોવર્ધન લીલા,તા.૨૪.૪.૨૦૨૨ ના રોજ રૂકમણી વિવાહ,તા.૨૫.૪,૨૦૨૨ ના રોજ કથાનો વિરામ થશે.કથાનો સમય બપોરે ૩:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધીનો નિર્ધારીત થયો છે.

પોરબંદરની શ્રી વલ્લભાચાર્યજીની હવેલી ખાતે તા.૨૩.૪.૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે શ્રીનો કુંડવારા મનોરથ તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે શ્રી ગીરીરાજજીનો મનોરથ અને તા.૨૪.૪.૨૦૨૨ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે અંગુરની બંગલી તેમજ તા.૨૫.૪.૨૦૨૨ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે કુંજકુટિર છાક મનોરથ યોજાશે.

શ્રી આચાર્યચરણ પ્રાદુર્ભાવ મહોત્સવમાં તા.૨૬,૪,૨૦૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે શ્રી સર્વોતમ પાઠ,શ્રી ના પલના ૧૦:૩૦ કલાકે તેમજ શ્રી ના તિલકની આરતી અને ફુલમંડલીના દર્શન ૧૨:૩૦ વાગ્યે શ્રી વલ્લભાચાર્યની હવેલી ખાતે યોજાશે તેમજ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ શ્રીનાથજી ની હવેલી થી સાંજે ૫:૦૦ વાગ્યે થશે.શ્રી આચાર્યચરણ પ્રાદુર્ભાવ મહોત્સવની ધર્મસભામાં સમસ્ત વલ્લભકુલ પરિવાર પૂજય આચાર્યચરણો કૃપાવિચારી પધારી વચનામૃત દ્વારા અનુગૃહિત કરશે.

તે ઉપરાંત પૂ. ગો.૧૦૮શ્રી વસંતરાયજી મહારાજશ્રીની પ્રેરણાથી પ્રતિવર્ષે ઉત્સવની સભામાં વિશિષ્ટ સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓના સન્માન કરવામાં આવશે જેમાં મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ તેમજ વ્યક્તિ વિશેષ તરીકે હરસુખલાલ નથુભાઈ.બુધ્ધદેવનું સન્માન કરવામાં આવશે.ધર્મસભાના વિરામ બાદ વૈષ્ણવો માટે ફીજી છાત્રાલય ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરના વ્રજનિધિ પરીવાર દ્વારા તા.૨૪.૪.૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તે ઉપરાંત દરરોજ બિરલા હોલ ખાતે એકયુપ્રેશર કેમ્પ યોજાઈ રહ્યો છે તેમજ તા.૨૬.૪.૨૦૨૨ ના રોજ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ તેમજ શિશુકુંજ અને અંધગુરુકુળમાં ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ,રસિકબાપા રોટલાવાળા ટ્રસ્ટ તેમજ ભીમનાથ મંદિર અને પ્રાગજીબાપા આશ્રમમાં તેલ અને અનાજ અર્પણ કરાશે.

આ ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીની નિશ્રામાં થઈ રહ્યા છે અને આયોજનને સફળ બનાવવા શાંતીભાઈ પોપટ,કપિલભાઈ ત્રિવેદી,શ્રી મહાપ્રભુજી બેઠક ટ્રસ્ટના ભરતભાઈ રૂપારેલ, કિશોરભાઈ રાણીંગા,અલ્પેશભાઈ સામાણી તેમજ વ્રજનિધિ પરીવારના જગદીશભાઈ કોટેચા,પ્રકાશભાઈ મોરઝરિયા, રાજુભાઈ જોશી,પોરબંદર વૈષ્ણવ સમાજના લક્ષ્મીદાસ હિંડોચા,પરેશભાઈ મદલાણી,પરિમલભાઈ ઠકરાર વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે