પોરબંદર

પોરબંદરમાં વિવિધ પ્રકારની સામાજીક-સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું મેગા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના નિષ્ણાંત તબીબો સેવા આપશે.

પોરબંદર હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને કેમ્પના મુખ્ય આયોજક રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,તેમની સંસ્થા તથા રાજકોટની બેકબોન હોસ્પિટલ દ્વારા વૈદેહી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત આગામી રવિવાર તા. ૫/૯ ના સવારે ૯ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી ખીજડીપ્લોટ પાસે આવેલ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટની વૈદેહી બેકબોન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સેવા આપશે.

માથા અને કમરનો દુઃખાવો, મગજની નસ ફાટી જવી, ફુલાવી, ગાદીની તકલીફ, મગજન અને કરોડરજજુની ગાંઠ, સ્ટ્રોક, બીપી, છાતીમાં દુઃખાવો, હૃદયના વાલ્વની તકલીફ, હૃદયના અનિયમિત ધબકારા, બીપી, ફેફસાની લગતી બિમારી જેવી કે,અસ્થમા, શ્વાસ ચડવો, ટીબી, ટાઇફોઇડ, સ્વાઇનફલુ, ન્યુમોનીયા, ફેફસામાં પાણી ભરાવું, ડાયાબીટીસ, થાઇરોઇડ, કેન્સર-નિદાન, વંધ્યત્વ નિવારણ, મેનોપોઝ અને એડોલન્સ સમસ્યા, સ્ત્રીઓના દરેક ઓપરેશનનું માર્ગદર્શન ઉપરાંત હાક્કાના ફેકચર,ગુંટણ-કમણનો દુઃખાવો, સાંધાનો સોજો, સંધી વા, થાપાની નસ સુકાવવી, સાંધાનો ઘસારો, પગની ગાદી ઘસાવી સહિત જુદા-જુદા પ્રકારની બીમારીઓના સારવાર-નિદાન ડોકટર અંકુર પાચાણી, ડો. નિખીલા પાચાણી, ડો. કુંજેશ રૂપાપરા, ડો. આકાશ પાચાણી, ડો. પુજા પાચાણી અને ડો. ભાવેશ ભુતિયા વગેરે આપશે.

સીટી સ્કેન, સોનોગ્રાફી, એકસ-રે, કલર ડોપલર, ઇકો કાર્ડીયોગ્રાફી સહિત ટેસ્ટ પણ કરી અપાશે. કેમ્પમાં આવનાર દર્દીએ તેની ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે રાખવાના રહેશે. હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રામદેવભાઇ મોઢવાડિયાએ ઉમેર્યુ છે કે, નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે સ્થળ ઉપર પણ નામ નોંધાવી શકાશે તે ઉપરાંત મોબાઇલ નં. ૯૦૩૩૪ ૦૬૫૩૧ તથા ૯૦૩૩૪ ૦૬૫૩૨ ઉપર સંપર્ક સાધી શકાશે. વધુ માહિતી માટે સાગર જાદવના મો.નં. ૯૦૩૩૪ ૦૬૫૩૩ છે. તે ઉપરાંત પોરબંદરમાં પણ દર્દીઓ રામદેવભાઇ મોઢવાડિયાના મો.નં. ૯૮૨૫૨ ૧૦૧૩૭ ઉપર સંપર્ક સાધી શકશે તેમ ઉમેરવામાં આવ્યું છે.

Advertisement