પોરબંદર
પોરબંદર ના નેવલબેઝ ખાતે આવેલ નેવી ચિલ્ડ્રન સ્કુલ નું આગામી સમય માં વિસ્તરણ થનાર છે ત્યારે આજે તેની આધારશીલા રાખવામાં આવી હતી જેમાં નેવીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા

નેવી ચિલ્ડ્રન સ્કૂલની સ્થાપના નવલ બેઝ, પોરબંદર, ખાતે વર્ષ 2016 માં નેવી એજ્યુકેશન સોસાયટી ની છત્રછાયા હેઠળ કરવામાં આવી હતી. શાળાએ શૈક્ષણિક વર્ષ 2016 – 17 થી પૂર્ણ કાર્યવાહી શરૂ કરી હતી જેના પ્રારંભિક સેટ-અપ મા ફક્ત કિન્ડરગાર્ટન અને ક્લાસ ૧ થી ૩ નો સમાવેશ હતો. છેલ્લાં ત્રણ વર્ષમા શાળા ના ઇંફ્રાસ્ટ્રુક્ચર અને શૈક્ષણિક સુવિધઓ મા જબરજસ્ત વૃદ્ધિ થઈ છે. આજે શાળામાં એક સંકલિત સેટ-અપ છે જેમા “લિટલ એન્જલ્સ” નામની નર્સરી, કિન્ડરગાર્ટન અને 1 થી 8 સુધી ના વર્ગોનો સમાવેશ છે. શાળા એ પરંપરાગત વર્ગખંડ થી સ્માર્ટ વર્ગખંડ દ્વારા શિક્ષણ અને શીખવાની પદ્ધતિમાં પણ પરિવર્તન કરી લીધૂ છે. વિદ્યાર્થીઓ ને વધુ સારી રીતે શીખવાની સુવિધા આપવા માટે આજે શાળામાં વિદ્યાર્થીઓની રુચિ ના વિવિધ વિષયો પર અનેક પુસ્તકો સંગ્રહિત કરતુ પુસ્તકાલય છે, એક સુસજ્જિત સંયુક્ત વિજ્ઞાન પ્રયોગશાળા છે અને હાઇ-ટેક કમ્પ્યુટર લેબ છે.
નેવલ બેઝ, પોરબંદર ખાતે યોજાયેલા એક સમારંભ માં, નેવી વાઇવ્સ વેલ્ફેર એસોસિયેશન (ગુજરાત, દમણ અને દીવ ક્ષેત્ર), ના પ્રમુખ શ્રીમતી રચાના રોયે 23 ફેબ્રુઆરી 19 ના રોજ નેવી ચિલ્ડ્રન સ્કૂલના મુખ્ય સદન ની આધારશીલા રાખી ને તેમને નેવલ બેઝ માટે અત્યાર સુધી ના સૌથી મોટા અને સૌથી મહત્વપુર્ણ બાંધકામ પ્રોજેક્ટ નો શુભારમ્ભ કરયો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી નેવી ચિલ્ડ્રન સ્કૂલ એન.સી.ઇ.આર.ટી. અભ્યાસક્રમ સાથે ધોરણ ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કર્તી એક ઊચ્ચ કોટિ ની શૈક્ષણિક સંસ્થા બની જશે.
ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ, ગુજરાત નેવલ એરિયા, પોરબંદર સ્થિત નૌસેના ની વિવિધ એકમોના ઑફિસર-ઇન-ચાર્જ, કમાન્ડિંગ ઑફિસરો અને લશ્કરી ઇજનેરી સેવાના એન્જિનિયરો આ સમારંભ મા ઊપસ્થિત રહ્યા હતા.

Advertisement