પોરબંદર
પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજ ની બેઠક મળી હતી જેમાં રાજ્યભર ના ખારવા સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને માછીમારી માં થતી મુશ્કેલીઓ અને માછીમારો ના ભવિષ્ય અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરી ને લાઈન ફિશિંગ બંધ કરાવવા સૌ અગ્રણીઓ એ એક સુર પુરાવ્યો હતો.

ગુજરાત ખારવા સમાજ ના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે એક અગત્યની મીટીંગ નુ આયોજન કરવામા આવેલ હતુ તેમા ગુજરાત માછીમાર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખો તેમજ સમગ્ર ગુજરાત સમાજ ના બોટ એસો,પિલાણા એસો.ના પ્રમુખો તેમજ આગેવાનોએ હાજર રહી ને માછીમારો ના ભવિષ્ય અંગે ચર્ચા વિચારણા કરવામા આવેલ હતી.

તેમા છેલ્લા ચાર વર્ષ થી માછીમારીના વ્યવસાય માં ખુબ જ મંદી ચાલી રહી હોવાથી તેમાથી માછીમારો ને કેવી રીતે ઉગારવા તેમજ માછીમારી ઉપર નભતા સમગ્ર માછીમારો ના પરિવાર વિષે ચિંતા વ્યકત કરી હતી.ખાસ કરી ને જે બોટો દ્વારા લાઈન ફીશીંગ કરવામા આવી રહી છે તેના લીધે માછીમારી ફીશીંગ કરતી અન્ય બોટો ને ખુબ જ નુકશાની સહન કરવી પડે છે.

માટે ગુજરાત ખારવા સમાજ ના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, સહીત ખારવા જ્ઞાતિના આગેવાનો,સમગ્ર ગુજરાત સમાજ ના બોટ એસો,પિલાણા એસો.ના પ્રમુખો ની હાજરી માં માછીમારીનો વ્યવસાય લાંબો સમય ટકી રહે તે માટે ગુજરાત ના દરીયા કિનારા ઉપર જે લાઈનબંધ બોટો રાખી ને ફીશીંગ કરવામા આવે છે તે લાઈન ફીશીંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અને ગુજરાત ના માછીમારોએ તેમની બોટો દ્વારા લાઈન ફીશીંગ ન કરવાની કડક સુચના આપવામા આવી છે.અને ગુજરાત મત્સ્યોધોગ વિભાગ ને આવી લાઈન ફીશીંગ કરતી બોટો સામે કડક કાર્યવાહી કરાવવા રજૂઆત કરી છે.જેથી માછીમારો નો વ્યવસાય લાંબો સમય ચાલી શકે અને માછીમારો પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવી શકે.

Advertisement