પોરબંદર
ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ખેડુત પાંખ દ્વારા તા.15-10-2020ને ગુરુવારના રોજ સંસ્થાના પોરબંદર કાર્યાલય ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
આ મિટીંગમાં આપણા વિસ્તારમાં ખેતી તથા ખેતી સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની સમસ્યાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રામાણિક પ્રયાસો કરવા.તેમજ આજના સમયની માંગ પ્રમાણે સજીવ ખેતી તેમજ ગાય આધારીત ખેતી બાબતે ચર્ચાઓ કરવામાં આવી.અને આ બાબતે આવનારા સમયમાં વિવિધ સેમિનારો દ્વારા ખેડુતોને માર્ગદર્શન પુરુ પાડવું.તદ્દઉપરાંત આ બાબતે ખેડુત ભાઈઓનુ સંગઠન મજબુત બને તેવા પ્રયત્નો કરવા વગેરે બાબત અંગે મહત્વ ની ચર્ચા કરાઈ હતી.

આ મિટીંગમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા લાઈવ zoom meeting દ્વારા જોડાયા હતા.તેમજ સંસ્થા ઉપપ્રમુખો સાજણભાઈ ઓડેદરા,બચુભાઈ આંત્રોલીયા,લાખાભાઈ કેશવાલા,સંસ્થા ટ્રસ્ટીઓ વિરમભાઈ ટીંબા,ખેડુત સમિતિના અધ્યક્ષ હિતિશભાઈ મોઢવાડિયા તેમજ જુદા જુદા ગામોમાં થી ખેડુત ભાઈઓ હાજર રહ્યા હતા.

Advertisement