પોરબંદર

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈની દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI શ્રી એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડમા હતા.તે દરમ્યાન HC રવિભાઇ ચાઉ તથા PC વિજયભાઇ જોષી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે,પોરબંદર રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસે રહેતા આરોપી કુંભાભાઇ વિરાભાઇ કરમટા ઉ.વ.૪૦ રહે. રાતીયાનેસ નિશાળની બાજુમા તા.જી.પોરબંદર વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કુલ 10 આરોપીઓ રેઇડ દરમ્યાન પકડાઈ ગયેલ છે અને તમામ વિરૂધ્ધ માધવપુર પો.સ્ટે મા જુગાર ધારા કલમ 4, 5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઈસમો
કુંભાભાઇ વિરાભાઇ કરમટા
નાથા અજાભાઇ મોરી
પુંજાભાઇ ટાભાભાઇ મોરી
રામા દુદાભાઇ મોરી રહે ચારેય રાતીયાનેસ તા.જી.પોરબંદર
રામભાઇ બાબુભાઇ ઓડેદરા રહે. કુતિયાણા
અફઝલ ઉર્ફે રાજુ ઉસમાનભાઇ લાકડીયા રહે. ભાવનગર
જાગૃતિબેન વા/ઓ મહેશ ગોપાલભાઇ જોષી રહે. છાયા પોરબંદર
ભારતીબેન ઉર્ફે ભર્મીબેન વા/ઓ તુષાર હરજીભાઇ પરમાર રહે. બોખીરા પોરબંદર
ભેનીબેન વા/ઓ હરજી વાલજીભાઇ જોષી રહે. બ્રાહ્મણ સોસાયટી પોરબંદર
તરૂણાબેન વા/ઓ જીતેંદ્રગીરી ભગતગીરી ગોસ્વામી રહે. સત્યનારાયણ મંદિર સામે ગલીમા પોરબંદર.
પકડાયેલ મુદામાલ
ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૮૨,૪૦૦/- તથા મો.ફોન-૯, કિ.રૂ.૧૩,૦૦૦/- તથા તાડપતરી એક કિ.રૂ.૦૦/૦૦ તથા મારૂતિ સુઝુકી કંપનીની એ-સ્ટાર ઇકો કાર-૧, કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા હોન્ડા કંપનીનુ સાઇન મો.સા.-૧ કિ.રૂ.૨૫૦૦૦/- મળી કુલ રૂા.૩,૨૦,૪૦૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.
કામગીરી કરનાર

પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, લાખીબેન મોકરીયા, PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

Advertisement