પોરબંદર
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય.જે અનુસંધાને પોરબંદર LCB PI એમ.એન.દવે ના માર્ગદર્શન હેઠળ PSI એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી.પો.સ્ટાફ સાથે ઓફીસ ખાતે હાજર હતા. તે દરમ્યાન HC ગોવિંદભાઇ મકવાણા ને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે આરોપી (1) દિલીપ પોપટભાઇ મોરી* ઉ.વ-૨૦, રહે, રેલ્વે ફાટક પાસે, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે, તા.રાણાવાવ, જી.પોરબંદર રહેણાંક મકાન પાછળ વાડામાંથી ગે.કા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫૩૨૫/- તથા મો.ફોન-૦૧, કિ.રૂા.૫,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીઘેલ બજાજ કંપનીનું પ્લસર જેના રજી. નં. GJ-01-LM – 5311 કિ.રૂા. ૨૫,૦૦૦/- મળી કુલ રૂા. ૫૫,૩૨૫/-નો મુદામાલ રાખી મળી આવી

અને સદર દારૂનો જથ્થો આરોપી નં.(૧) અને (૨) લખમણ બોઘાભાઇ ઉલવા રહે, મુળ બળેજ ગામ, હાલ રહે, રેલ્વે ફાટક પાસે, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે, તા.રાણાવાવ, જી.પોરબંદર નાઓએ આરોપી નં. (૩)વીરા ભાયાભાઇ કોડીયાતર રહે, રાણપર ગામ, તા.ભાણવડ પાસેથી વેચાતો મંગાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે.
કામગીરી કરનાર :-પોરબંદર LCB PSI એન.એમ.ગઢવી તથા ASI રમેશભાઇ જાદવ,બટુકભાઇ વિંઝુડા, તથા HC સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા,સુરેશભાઇ નકુમ, PC દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

Advertisement