પોરબંદર
આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બધીરાંઘ દિવ્યાંગ બાળકો ના તાલીમ કેન્દ્ર દ્વારા આજે રક્ષાબંધન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થા ના દિવ્યાંગ બાળકો એ જીલ્લા પોલીસવડા કચેરી ખાતે જઈ અને જાતે બનાવેલી રાખડીઓ તમામ પોલીસકર્મીઓ ને રાખડી બાંધી હતી. જેને લઇ ને આજે જીલ્લા પોલીસવડા નો કચેરી ખાતે લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા
સાયલા ના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત પોરબંદર ના રાવલીયા પ્લોટ માં આવેલ બધીરાંઘ દિવ્યાંગ બાળકો ના તાલીમ કેન્દ્ર દ્વારા આજે રક્ષાબંધન ની કઈક અલગ જ ઉજવણી કરી હતી.જેમાં આ સંસ્થા ના ચાલીસ જેટલા બાળકો એ વિવિધ મટીરીયલ વડે બે માસ ની મહેનત બાદ જાતે ૪૦૦ જેટલી રાખડીઓ બનાવી હતી જેમાંથી ૧૦૦ જેટલી રાખડીઓ સાથે આજે બાળકો જીલ્લા પોલીસવડા ની કચેરી એ ગયા હતા અને અહી જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ડી વાય એસપી જે સી કોઠીયા અને અન્ય પોલીસ જવાનો ને રાખડી બાંધી ને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી . કુમકુમ તિલકના સથવારે દિવ્યાંગ બાળકો એ જયારે પોલીસ જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. સંસ્થા ના પૂનમબેન જુંગી એ એવું જણાવ્યું હતું કે જે રીતે સૈનિકો સરહદ ઉપર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે તેમજ પોલીસ જવાનો દેશ ની અંદર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે અને લોકો દરેક પ્રસંગ-તહેવાર શાંતિથી ઉજવે તે માટે પોલીસમેન પોતાનાં પરિવારથી દૂર રહીને સતત બંદોબસ્તમાં હોય છે. ત્યારે આજે સંસ્થા ના દિવ્યાંગ બાળકો એ તેમને હેતથી રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.રક્ષાબંધનના પવિત્રપર્વની અનોખી ઉજવણીના લાગણીભીના દ્રશ્યો પોરબંદર જીલ્લા પોલીસવડા ની કચેરી ખાતે જોવા મળ્યા હતા પોલીસ સ્ટાફના કર્મચારીમા પણ ખુશીનો માહોલ હતો.
જુઓ આ વિડીયો

તો બીજી તરફ રોટરેકટ ક્લબ ઓફ પોરબંદરની ગર્લ્સ વિંગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન ના આગલે દિવસે સૌની દિવસ રાત સુરક્ષા કરતા પોલીસ વિભાગ ના એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ તથા એસ. પી. ઓફિસના તમામ પોલીસ જવાનોને રાખડી બાંધી તેમની રક્ષાની કામના કરી ને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. જેમા રોટરેકટ ક્લબના ચિરાગ કારિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરેકટ વાઇસ પ્રેસિડેન્ટ મયુરીબેન કારિયા, દીપ્તિબેન કારિયા, આરતિબેન બંદીયા, ખુશાલીબેન ભરડા, કોમલબેન મહેતા, ચાંદનીબેન ઉનડકટ, કૃષિકાબેન પાઉં, તથા રિધ્ધિબેન મદલાણી એ જહેમત ઉઠાવી હતી.

Advertisement