પોરબંદર
પોરબંદર ના વાતાવરણ માં હાલ માં ભારે બફારો જોવા મળે છે જેના લીધે હાલ માં સર્પ તથા અજગર નીકળવાના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રી ના દોઢેક વાગ્યે એરપોર્ટ નજીક હાઇવે પર એક મહાકાય અજગર પસાર થતા અહી પસાર તથા વાહનચાલકો એ આ અંગે ગ્રીન અર્થ કલબ ને જાણ કરતા સંસ્થા ના આશિષ ગોહેલ અને જય શિયાળ સહીત ના યુવાનો તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સોપી દીધો હતો ઇન્ડીયન રોક પાયથોન પ્રજાતિ નો આ અજગર 6 ફૂટ લંબાઈ અને અને ૩૫ કિલો વજન ધરાવતો હોવાનું સંસ્થા ના સભ્યોએ જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો

Advertisement