પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
આજે દિવાળીનું પર્વ છે, ત્યારે બાળકો સહીત નાના મોટા તમામ લોકો ફટાકડા ફોડી અને દિવાળી પર્વની ઉજવણી કરશે, ત્યારે આપણે એ ના ભૂલવું જોઈએ કે કોરોના મહામારીનો કપરો કાળ પણ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદર ટાઈમ્સ દ્વારા જે લોકો ફટાકડા ફોડવા માંગે છે તેના માટે કેટલાક મહત્વના કહી શકાય તેવા સૂચનો આપવામાં આવ્યા છે, જેના થકી લોકો પોતાની સાવચેતી કઈ રીતે રાખી શકે તે સરળ ભાષામાં સમજી શકાય છે.
– જયારે પહેરેલા કપડા આગમાં લપેટાય, થોભો ફટાકડાને દુર કરો અને જમીન પર આળોટો. જો આગ ઓલવી શકાય ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીટાળો
– દાજેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાંખો જ્યાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાજેલી જગ્યા પર ચોખું કપડું, સ્ટરીલાઈટ બેન્ડેઝ બાંધવું યોગ્ય સારવાર માટે વ્હેલી તકે ડોકટરનો સંપર્ક કરવો
– ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો
– ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારા મંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલમાં જ નાખવું
– ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ
– વડીલોની ગેરહાજરીમાં કયારેય એકલા ફટાકડા ફોડવા દેશો નહિ
– ફટાકડાને તમારા ખિસ્સામાં રાખશો નહી કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ
– અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં, કાચના શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહિ
– ફૂટ્યા વગરના ફટાકડાને ચકાસવું નહિ તેને છોડી દો. હાથમાં ફટાકડા ફોડવાની હિંમત કરશો નહી. વાહનમાં ફટાકડા ફોડશો નહિ
– લાંબા કપડા જલ્દીથી આગ પકડતા હોય, તે પહેરવાનું ટાળો
– ફટાકડા ફોડતી વખતે સિન્થેટીકના કપડા પહેરશો નહિ. ચોટી ગયેલા કપડાને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરો
– આંખમાં કેમિકલ પડી જાતા આંખને ઠંડા પાણીથી 10-15 મીનીટ સુધી ધોવું અને તરત જ આંખના ડોકટરની સલાહ લેવી
– માસ્ક પહેરીને ફટાકડા ફોડો
– ફટાકડા ફોડતી વખતે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો નહિ
– સોશ્યલ ડિસ્ટન્સ રાખીને ઉભા રહો.

Advertisement