પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
સને.૨૦૧૦ ની સાલમાં પોરબંદરમાં અતિ ચકચારી બનેલા અને એક વર્ષ સુધી પેટી પલંગમાં પુરી રાખી મિલ્કતો ના ખોટા પાવરનામાં ઉભા કરી ખોટી રીતે મિલ્કતોનું વેચાણ કરી નાંખેલ હોવાની ફરીયાદ પોરબંદરના વૈજ્ઞાનિક રાજન કીલાકર દ્રારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લખાવેલી હતી.

અને તેની અનેક મિલ્કતો સંબંધે જે તે વખતે એલ.સી.બી. દ્રારા અલગ અલગ મિલ્કતો સંબંધે નોટરી સહિત રપ જેટલા વ્યકિતઓની ધરપકડ કરી તેની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલી હતી. અને જે તે વખતે આ પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલુ હતું.અને અનેક ટીવી ની ક્રાઈમ સ્ટોરીમાં પણ આ બનાવ ની નોંધ લેવાયેલી હતી.
આ ફરીયાદ અનુસંધાને જે તે વખતના જીલ્લા કલેકટર ગીરીશ શાહ દ્રારા આ તમામ મિલ્કતો સંબંધે સીટી સર્વેમાં એન્ટ્રીઓ ન પડવા સંબંધે કાર્યવાહી કરેલી હતી.

અને તે અન્વયે જે તે વખતે પ્લોટ ખરીદનાર અભિષેક લલીત પોપટ સામે પણ જીલ્લા કલેકટરે કાર્યવાહી કરેલી હોય અને તેના દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કલેકટરની આ કાર્યવાહીને ચેલેન્જ કરેલી હતી.અને પ્રાઈવેટ મિલ્કતમાં જીલ્લા કલેકટર ડાયરેકટ કોઈ હસ્તાક્ષેપ કરી શકે નહીં.

અને અભિષેક લલીત પોપટ મિલ્કતના બીજા ખરીદનાર હોય અને તે રીતે તે બોનાફાઈડ પરચેજર હોય અને અગાઉના તમામ દસ્તાવેજો તથા સીટી સર્વેમાં પડેલી એન્ટ્રીઓ જોઈ તપાસીને જ મિલ્કત ખરીદ કરેલી હોય અને અધાટ વેચાણ દસ્તાવેજથી મિલ્કત ખરીદ કરેલ હોવાના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ મુજબ જયારે અધાટ વેચાણ દસ્તાવેજથી કોઈ વ્યવહાર થયેલો હોય ત્યારે થયેલ દસ્તાવેજ સાચુ છે કે ખોટુ છે તે નકકી કરવાના પાવર માત્ર સીવીલ કોર્ટને છે.

અને કોઈપણ કલેકટર થયેલ દસ્તાવેજ સંબંધે કોઈ નિર્ણય આપી શકે નહીં.અને હાલના કીસ્સામાં રાજન કીલ્લાકર દ્રારા દસ્તાવેજ ખોટુ હોવા સંબંધે કોઈ દાવો કરેલ ન હોય અને તે રીતે ક્લેકટર સીધા જ પ્રાઈવેટ મિલ્કતમાં હસ્તાક્ષેપ કરી શકે નહીં. તે મતલબની વિગતવાર દલીલ કરી અને તે સંબંધે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરતા અને રેકર્ડ ઉપરના પુરાવાઓ ઘ્યાને લેતા એડીશ્નલ સીનીયર સીવીલ જજ ચૌહાણ દ્રારા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ જીલ્લા કલેકટરે કરેલી તમામ કાર્યવાહી ખોટી હોવાનુ ઠરાવેલ છે.

અને તે રીતે આ ચુકાદાથી હવે આ મિલ્કત સંબંધે ભવિષ્યમાં વેચાણ વ્યવહાર પણ થઈ શકશે. અને સીટી સર્વે દ્રારા તેની એન્ટ્રીઓ પાડવી પડશે. તેવુ આ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.
આ કામમાં વાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી,જયેશ બારોટ,જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતાં.

Advertisement