Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સમુહ શાદી નિમિતે નવતર ડીઝીટલ કંકોત્રી બનાવાઈ:સમુહ શાદી દરમિયાન રોપાનું પણ કરાશે વિતરણ

પોરબંદર

પોરબંદર માં ખિદમત એ ખલ્ક ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ શાદી માટે નવતર ડીઝીટલ કંકોત્રી બનાવવામાં આવી છે ઉપરાંત સમૂહ શાદી દરમ્યાન રોપાનું પણ વિતરણ કરાશે.

ખીદમત- એ-ખલ્ક ગૃપ પોરબંદર દ્વારા સતત બીજી વખત પોરબંદરમાં સમુહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે .જેમાં નવતર ડીઝીટલ કંકોત્રી બનાવવામાં આવી છે.પર્યાવરણ બચાવોની થીમ ઉપર વૃક્ષ ઉછેર ને મહત્વ આપતી ડીઝાઈન સાથે ‘વૃક્ષો વાવો’ના સૂત્ર કંકોત્રીમાં લખવામાં આવ્યા છે.આ કંકોત્રી વિશ્વ પર્યાવરણ દિવસે જ સોશ્યલ મીડીયાના માઘ્યમથી દુલ્હા – દુલ્હનનાપરિવાર અને આગેવાનો,અધિકારીઓ,શ્રેષ્ઠીઓ,નિમન્ત્રીતો સુધી પહોંચાડવામાં આવી છે .
તા . ૧૨-૦૬-ર૦રર,રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝ ઈસ્માઈલ મુંડા એ જણાવ્યું હતું કે,પોરબંદરમાં બીજી વખત સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની નિકાહ દરમિયાન બપોરે ૪:૦૦ વાગ્યાથી આયોજીત કાર્યકમમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ અનુસંધાને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.દુલ્હા – દુલ્હન સહિત મહેમાનોને અને ઉપસ્થિત તમામને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વૃક્ષો વાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.અને
તા. ૫ થી ૧૨ પર્યાવરણ સપ્તાહ ની ઉજવણી વિ.જે.મદ્રેસા ખાતે કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સૈયદ સઆદતઅલીબાપુ સાહબ (પોરબંદર),સૈયદ જલાલબાપુ સાહબ (પોરબંદર),હઝરત અલ્લામા – વ – મૌલાના મુફતી અશરફરઝા સાહબ બુરહાની ( રતનપુર ખેડા ) અને પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ સાહબ નૂરી ( સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નુરીચ્ચાહ, જુનાગઢ ),મોલાના હાજી યુસુફ સાહબ હશ્મતી મોલાના હાફીઝો કારી જાવિદ સાહબ,મોલાના મેઅરાજઅલી ( દાદાબાપુ ) ( માધવપુર ) તેમજ સાદાતે કીરામ અને ઓલમા – એ – કીરામ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા,પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ,હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા ડબલ્યુ એમ.ઓ,જુનાગઢના સીટી ચેરમેન મહેબુબભાઈ વિધા ટેકનીકલ ડાયરેકટર કલેકટર ઓફીસના ઈબ્રાહીમ બાદી , રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રોટેકશન રેન્જ પોરબંદરના અરૂણકુમાર બી.સરવૈયા ખાસ ઉપસ્થિત રહી નવદમ્પતીઓ ને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે