પોરબંદર
પોરબંદરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત લોકજાગૃતિ અર્થે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને નશાબંધી વિભાગ દ્રારા સંયુક્ત રીતે એક રેલી અને વર્કશોપ યોજવામાં આવ્યા હતો.
જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ સવારે ૯ કલાકે જિલ્લા પંચાયતથી લીલીઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયતથી શરૂ થયેલી રેલી એસ.ટી રોડ, મોટા ફુવારા સહિતના માર્ગો પર ફરી હતી. અને વિવિધ વિસ્તારો માં લોકો ને વ્યશનથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ આચાર્ય,નશાબંધી અધિક્ષક પી આર ગોહિલ અને કરમટાભાઈ , ટીબી હોસ્પિટલનાં ર્ડો.સીમાબેન તથા સ્વામીનારાયણ ગુરૂકુલ અને સરકારી નર્સિંગ કોલેજનો સ્ટાફ અને કોલેજનાં ૧૭૫ જેટલા વિધાર્થીઓ જોડાયા હતા. વિધાર્થીઓ દ્રારા રેલીમાં તમાકુ વિરોધી સુત્રોચાર કરાયા હતા. અને લોકોમાં જાગૃતતા આવે તે માટે લોકોને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રેલી બાદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તમાકુ, આલ્કોહોલ જેવા વ્યસનોથી થતા નુકશાન અંગે સમાજમાં જાગૃતતા આવે તે માટે એક વર્કશોપ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતનાં અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ૩૧-મેં વર્લ્ડ નોટોબેકો- ડે અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ નશાબંધી ખાતાના અધિક્ષક પી.આર ગોહિલે નશાબંધી વિષયક નવા કાયદાઓ તેમજ નશા થી દુર રહેવા સલાહ આપી હતી

Advertisement