પોરબંદર

પોરબંદરમાં મંદબુધ્ધિ ધરાવતા દિવ્યાંગોને ૧૦૦૦ રૂપિયા ની મહીને સહાય મળશે.તે અંગેના ફોર્મ ભરી જવા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્વારા અપીલ થઇ છે.
ગુકુળના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવ્યું છે કે,ગુજરાત સરકાર તરફથી મંદબુધ્ધી (બૌધીક અસમર્થતા ધરાવતા ૦ થી ૭૯) વર્ષ સુધીની વ્યક્તિઓ માટે દર મહીને રૂપિયા ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર) પેન્શન આપવાનું નકકી કરવામાં આવેલ છે.આ યોજના માટે ૮૦ ટકા કે તેનાથી વધારેની ડોકટરી સર્ટીફીકેટ ધરાવતા લોકોને આ સહાય મળવાપાત્ર બનશે.આ સહાય મેળવવા આવકનો દાખલો રજુ કરવાનો નથી.આવકની કોઇ મયર્દિાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.બીપીએલ કે એપીએલ કોઇપણ પરમીટ હશે તો પણ પેન્શન મળશે.

આ પેન્શનના નવા ફોર્મ ભરવા માટે રહેઠાણનો પુરાવો (આધારકાર્ડ, લાઇટબીલ, ચુંટણીકાર્ડ, ગમેતે એકની ઝેરોક્ષ), જન્મ તારીખનો દાખલો (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ), સીવીલ સર્જનના દિવ્યાંગતાના પ્રમાણપત્રની ઝેરોક્ષ, બેંક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ, યુઆઇડી કાર્ડની ઝેરોક્ષ (જાે હોય તો), રેશનકાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટો-૧, ઉપર મુજબના ડોકયુમેન્ટ લઇને નીચે દશર્વિેલ સ્થળે સંસ્થા ખાતે ફોર્મ ભરી જવા જણાવવામાં આવે છે.
સ્થળ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ,વાઘેશ્ર્‌વરીપ્લોટ,પોરબંદર બપોરના ૧ર થી ૩ વાગ્યા સુધી  રવિવાર કે રજાના દિવસે ફોર્મ ભરવામાં આવશે નહીં.પોરબંદર જીલ્લાના મંદબુધ્ધી ધરાવતા વ્યક્તિઓના પરિવારજનો ને વહેલીતકે આ યોજનાના ફોર્મ ભરી જવા અપીલ છે. જેથી વહેલીતકે દર મહીને રૂ ૧૦૦૦નું પેન્શન મળવાનું ચાલુ કરી શકાય તે માટે તથા વધુ માહિતી માટે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુકુળના સેક્રેટરી કમલેશભાઇ ડી. ખોખરીનો સંપર્ક સાધવો.

Advertisement