પોરબંદર
પોરબંદર માં ભાજપ સ્થાપના દિન ની પૂર્વસંધ્યા એ ભાજપ કાર્યાલય ખાતે સક્રિય કાર્યકર્તાઓ નું મહાસંમેલન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યા માં ભાજપ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
પોરબંદર ભાજપ દ્વારા ૧૧૪૭ સક્રિય કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું.ભાજપના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે પ્રભારીમંત્રી રાધવજીભાઇ પટેલ,સંગઠન પ્રભારી મહેશભાઈ કશવાલા અને સંગઠન સહપ્રભારી પલ્લવીબેન ઠાકર,ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા વગેરેની આગેવાની હેઠળ સક્રિય કાર્યકર્તાઓનું મહાસંમેલન ભાજપ કાર્યાલય ખાતે યોજાયું હતું.આ કાર્યક્રમમાં જીલ્લાના તમામ હોદેદારો અને મંડલના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.તમામ સક્રિય કાર્યકર્તાઓને સંબોધન કરીને પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલે વર્ષ ૨૦૨૨માં ભાજપ ગુજરાતની તમામા સીટો ઉપર કબ્જો મેળવી લેશે તેવા આશાવાદ સાથે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કમલમ ખાતેથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ઓનલાઈન સંબોધન કર્યું હતું.જીલ્લામાં ૪૧ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.