પોરબંદર
પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે 18 વર્ષથી ડીડીઓના પીએ તરીકે ફરજ બજાવતા અને બાપુ ના હુલામણા નામ થી કર્મચારીઓ થી લઇ અને અધિકારી વર્ગ માં પ્રિય એવા પુંડરીક છગનલાલ રામાવત નિવૃત થતા આજે તેને વિદાયમાન અપાયું હતું.જેમાં ડીડીઓ વી. કે. અડવાણીએ પીએ રામાવતને પોતાની ખુરશીમાં બેસાડી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

રામાવત જીલ્લા પંચાયત માં 36 વર્ષથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા.તેમાં છેલ્લા 18 વર્ષથી ડીડીઓના પીએ તરીકે ફરજ બજાવતા હતા.મળતાવડા સ્વભાવ ના લીધે સ્ટાફ માં પણ સૌના માનીતા એવા બાપુ ને સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા તેઓને શુભકામના પાઠવવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે 18 વર્ષથી રામાવત દરરોજ સાઇકલ ચલાવીને નોકરી પર આવતા હતા.તાજેતર માં તેઓના જન્મદિવસ નિમિતે ૩૦૦ જેટલા માસ્કનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો હતો.નિવૃત્તિના 3 દિવસ પહેલા તેનું બહુમાન કરવામાં આવતા ડીડીઓ સહિતના કર્મીઓએ તેને શુભકામના પાઠવી હતી.
જુઓ આ વિડીયો

Advertisement