ફાઈલ તસ્વીર

પોરબંદર
કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો નવરાત્રીમાં રાસ-ગરબા યોજવા જોઈએ કે નહીં અંગેનો સર્વે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા યોજાયો હતો.જેમાં મોટા ભાગ ના કોલેજીયનો એ રાસગરબા ન યોજવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે.
રોટરી ક્લબ ઓફ પોરબંદર ના પ્રમુખ અનિલરાજ સિંઘવી તથા પ્રોજેક્ટ ચેરમેન ડો.અશ્વિન સવજાણી એ જણાવ્યું છે કે તાજેતર માં રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નવરાત્રીમાં રાસ-ગરબા યોજવા જોઈએ કે નહીં તેમજ સરકાર ના નિર્ણય અંગેના તેઓના અભિપ્રાય અંગેનો એક સર્વે યોજવામાં આવ્યો હતો.

Advertisement

જેમાં વિવિધ ફેકલ્ટી બી.કોમ.,એમ.કોમ.,બી.એ,.બી.બી.એ.,ના વિદ્યાર્થીઓ એ જુદા જુદા ૧૪ પ્રશ્નો ના ઉત્તર આપેલા તેને આધારે નીચે મુજબ ના તારણો પ્રાપ્ત થયા છે.કુલ 179 વિદ્યાર્થીઓ અને 54 વિદ્યાર્થીનીઓ એમ મળી ને કુલ 233 વિદ્યાર્થીઓ માંથી 174 એટલેકે 74.7 % વિદ્યાર્થીઓ એ વર્તમાન કોરોના ના સમય નવરાત્રી દરમિયાન રાસ-ગરબા યોજવા ન જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ હતો.

અને જેમાં 120 એટલેકે 69% વિદ્યાર્થીઓ એ રાસ ગરબા ના યોજવા માટેના મુખ્ય કારણ માં જણાવેલ કે વર્તમાન સમયમાં કોરોના વધુ ફેલાશે જણાવેલ,જ્યારે 24 એટલેકે 14%વિદ્યાર્થીઓ એ જણાવેલ કે કોરોના દર્દીઓની સારવાર કરતા 250 થી વધુ ડોક્ટર્સ,નર્સ,પોલીસ કર્મચારીઓ શહીદ થયા તેના માનમાં રાસ ગરબા યોજવા ના જોઈએ.

તેમજ 229 વિદ્યાર્થીઓ માંથી 174 એટલેકે 75.5% વિદ્યાર્થીઓ સરકારશ્રી ના નવરાત્રી અંગેના નિર્ણય અંગે સહમતી વ્યક્ત કરી હતી.સૌથી વધુ દયાન ખેંચે એવું તારણ એ નીકળે છે કે જે વિદ્યાર્થીઓ એ વર્તમાન સમયમાં રાસ ગરબા યોજવા ન જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે.તેમાંથી 67% વિદ્યાર્થીઓ રેગ્યુલર રાસ ગરબા રમે છે તેમજ 233 વિદ્યાર્થીઓ માંથી 123 એટલેકે 52.7% વિદ્યાર્થીઓ વિવિધ રાસ ગરબા કમિટી માં સક્રિય સભ્યો છે.

આ ઉપરાંત 98 વિદ્યાર્થીઓ રાસ ગરબા ની હરીફાઈ માં વિવિધ સ્થાન જેવાકે પ્રિન્સ 29 (30%) વિદ્યાર્થીઓ,પ્રિન્સેસ 10 (11%)વિદ્યાર્થીઓઅને રનર્સ અપ 57 (59%) વિદ્યાર્થીઓ થયા છે. જ્યારે અન્ય બાજુ જોઈએ તો કુલ 233 માંથી 58 એટલેકે માત્ર 25% વિદ્યાર્થીઓ નવરાત્રી દરમિયાન રાસ ગરબાની તરફેણ કરી હતી.અને તેનું મુખ્ય કારણ નવરાત્રી સાથે સંકળાયેલા જુદા જુદા વ્યવસાય ના લોકો ને રોજગારી મળી રહે તેવું જણાવેલ.

સર્વે ના અંતે સારાંશ જોઈએ તો ઓન એન એવરેજ જે વિદ્યાર્થીઓ પાસે થી ડેટા મેળવેલ તેમાંથી 75% નવરાત્રી દરમિયાન રાસ ગરબા ન રમવા જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ તેમજ સરકાર ના નિર્ણય સાથે સહમત છે.તેવું જણાવેલ તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ભુતકાળ માં રાસ ગરબા રમેલ છે.તેમજ પ્રિન્સ,પ્રિન્સેસ અને રનર્સ અપ પણ રહેલ છે ઉપરાંત વિવિધ રાસ ગરબા સમિતિ માં સક્રીય સભ્યો પણ છે.

Advertisement