પોરબંદર
પોરબંદરનાં એક શિક્ષકે ૧૫૧ બાય ૧૫૧નો મેજીક સ્કેવર બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા સ્ટાર બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે.આ ઉપરાંત આ શિક્ષકે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ પર પણ ૪બાય ૪નો જાદુઇ ચોરસ બનાવ્યો છે.

પોરબંદર આર્યકન્યા ગુરુકુળ સી.બી.એસ.ઇ.ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ રંગવાણી ગણિતમાં વિશેષ રસ ધરાવે છે.ઇન્ડિયા સ્ટાર બુક ઓફ રેકોર્ડમાં અગાઉ ૧૦૧ બાય ૧૦૧ ના જાદુઈ ચોરસ નો રેકોર્ડ હતો. પરંતુ જયેશભાઈ એ ૧૫૧ બાય ૧૫૧ નો જાદૂઇ ચોરસ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.આ ઉપરાંત મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જંયતિ નિમિતે ૪ બાય ૪નો જાદુઇ ચોરસ બનાવ્યો છે.

આ ચોરસમાં ૧૬ અંક છે. જેમા ગાંધીજીના જન્મવર્ષનાં અંક તથા શહિદદિનના અંક તથા અન્ય ૧૨ અંકોની મદદથી અલગ અલગ ૪૪ વખત તેનો સરવાળો ૧૫૧ થાય તેવો જાદૂઇ ચોરસ બનાવ્યો છે. આ સમગ્ર કાર્યમાં તેઓને કૌશિકભાઇ પારેખે માર્ગદર્શન આપ્યું હતું.
જાદૂઇ ચોરસ એટલે શું ?
જાદૂઇ ચોરસ એટલે એવો ચોરસ કે જેની તમામ ઊભી લાઇનો, આડી લાઇનો તથા ત્રાસી લાઇનોનો સરવાળો સમાન અથવા એક સરખો થતો હોય તેવો ચોરસ.

Advertisement