Advertisement

પોરબંદર
પોરબંદરમાં એક સાપ ના રેસ્ક્યુઅર દ્વારા સાપ ની પજવણી કરી તેનો વિડીયો વાઈરલ કરતા વન વિભાગે તેની સામે ગુન્હો નોંધી આઠ હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.
પોરબંદરના છાયા નવાપરામાં રહેતો ભરત અરભમ મોઢવાડીયા નામનો શખ્શ સાપ નું રેસ્ક્યુ કરવાની સેવા આપે છે. તાજેતર માં તેણે રૂપસુંદરી પ્રજાતિ ના એક સાપ ની પજવણી કરતો વિડિઓ અને ફોટા સોસીયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા.જે અંગે પોરબંદર વન વિભાગ ના અધિકારી ને જાણ થતા તેમણે તપાસ હાથ ધરી હતી.

અને પક્ષી અભયારણ્ય ના આરએફઓ ગઢવી, વનપાલ મહેન્દ્રભાઈ ચૌહાણ,કારાભાઈ ખુંટી સહિતની ટીમે આ શખ્શ ની શોધખોળ હાથ ધરી છાયા નવપરા ખાતેથી તેને ઝડપી લીધો હતો.અને વન્ય પ્રાણી અધિનિયમ 1972 કલમ 2(16) અંતર્ગત રૂ. 8,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ફોરેસ્ટ અધિકારી એ જણાવ્યું હતું કે કોઈ પણ વન્ય પ્રાણીઓની પજવણી કરવી એ ગુન્હો બને છે.અને આવી પજવણી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જુઓ આ વિડીયો 

Advertisement