પોરબંદર

પોરબંદરના રાજીવનગરમાં રહેતા અને માધવાણી કોલેજમા અધ્યાપક તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય અશ્વીનભાઇ સવજાણીએ કોરોનાને મ્હાત આપી છે.પોરબંદર ભાવસિંહજી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૫ દિવસની સારવાર મેળવીને કોરોના મૂક્ત બનેલા અશ્વીનભાઇએ આ તકે કોરોના વોરીયર્સ તથા સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

કોરોના વોરીયર્સની અવિરત સેવાઓના કારણે કોરોના સંક્રમિતો કોરોના મૂક્ત થઇ રહ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક જિલ્લામા કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલોમા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે સરકાર દ્રારા જરૂરી તમામ મહત્વપુર્ણ કામગીરી કરવામા આવી રહી છે.

પોરબંદરની ભાવસિંહજી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. ત્યારે પોરબંદરના રાજીવનગર ધરમપુરમાં રહેતા અને માધવાણી કોલેજમા અધ્યાપક તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય અશ્વીનભાઇ સવજાણી કોરોના મૂકત થતા તેમણે કહ્યુ કે, મારો કોરોના પોઝીટીવ આવતા મને ભાવસિંહજી કોવિડ-૧૯ હોસ્પિટલમા ICUમા રખાયો હતો. જેમા જુદા-જુદા ડોકટર સમયસર મારૂ ચેકઅપ કરી જરૂરી સારવાર પુરી પાડતા હતા. આમ ૫ દિવસ સારવાર બાદ હોસ્પિટલથી મને રજા અપાઇ હતી. હોસ્પિટલમા મને ઉત્તમ સારવાર પુરી પાડવામા આવતી હતી. હોસ્પીટલનો સ્ટાફ પરીવારના સભ્યની જેમ કોરોનાના દર્દીઓની સેવા માટે કાર્યરત રહ્યો હતો.

Advertisement