પોરબંદર
પોરબંદર ક્વિન્સ લાયોન્સ ક્લબ દ્વારા શ્રમિકોની ઝુંપડપટીમાં જઈને નવા ચપ્પલ આપવામાં આવ્યા હતા.
હાલ ઉનાળા પોતાના આકરો મિજાજ દર્શાવી રહ્યો છે.ત્યારે શહેર અને જિલ્લાના અનેક ગરીબોને ઉઘાડે પગે તડકામાં ચાલવું પડે છે.તેથી આવા ગરીબોને મજુર અને તેમના સંતાનોને પોરબંદર ક્વિન્સ લાયોનેસ ક્લબ દ્વારા ચૌપાટી અને ઝુંપડપટીમાં જઈને ચપ્પલ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર ક્વિન્સ લાયોનેસ ક્લબ ના પ્રમુખ જ્યોતિબેન મસાણીના નેતતુવ માં થયેલા આ આયોજન માં ક્વિન્સ લાયોન્સ ક્લબની મહિલાઓ શહેરના રેલ્વે સ્ટેશન પાસે ઉપરાંત નજીકના ચોપાટી અને અન્ય ઝુંપડપટી વિસ્તારમાં,ખાણમાં કામ કરતા મજૂરોના બાળકોને અને યુવાનોને પણ ચપ્પલ આપવામાં આવ્યા હતા.જ્યોતિબેન મસાણી એ જણાવ્યુ હતું કે હાલ માં જૂન મહિના સુધી ખુબ જ ગરમી વધારે છે.અને તડકાંને લીધે લોકો હેરાન થાય છે તેમાં પણ ખાસ કરીને ઝુંપડપટીમાં ચપ્પલ વિના ફરતા લોકોને વધુ હેરાન થવું પડતું હોવાથી પોરબંદર ક્વિન્સ લાયોનેસ ક્લબ દ્વારા આ પ્રોજેક્ટ અમલ માં મુકવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ ના દાતા ક્લબ પ્રમુખ જ્યોતિબેન મસાણી અને ક્લબના મેમ્બર નીતિકાબેન આચાર્ય હતા.હજુ મજૂરોની અને રસ્તા પર રહેતા બાળકો ની હાલત જોઈને એવું લાગે છે કે તેમના માટે ઘણું બધું કરવાનું બાકી છે.અને તેથી વધુ પ્રયત્ન પણ કરવામાં આવશે.જેમાં તેમની સાથે નીપાબેન મજીઠીયા,રેખાબેન શીલુ,ધૃતિબેન કટવા,સોનલબેન નાંઢા,જુલીબેન મોદી,સંગીતાબેન મોદી વગેરે જોડાયા હતા.