પોરબંદર
પોરબંદરનાં રાણાવાવ ગામે મહેર સમાજ ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના મંજુરી પત્રો ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરાયા હતા.

 

ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા તથા પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિમાં યોજાયેલ સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાનું મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ જિલ્લા ઓમાં ઓનલાઇન ઇ-લોકાર્પણ કરી ગુજરાતના ખેડૂતોના વિકાસમાં આ યોજના મહત્વની સાબિત થશે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે મેઘજીભાઇ કણઝારીયાએ કહ્યુ કે, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ખેડૂતો સરળતાથી માલનો સંગ્રહ કરી શકશે. તથા કિશાન પરિવહન યોજનાના લાભથી ખેડૂતો પોતાના ગોડાઉનમાં રહેલો કૃષિ માલ બજાર સુધી સરળતાથી લઇ જઇ શકે તે માટે પોતાનુ જ વાહન ઉપયોગ કરી શકશે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના દ્રારા કિશાનોની આવક બમણી થશે.
આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુકે કહ્યુ કે, વર્તમાન સરકાર ખેડૂતોની ચિંતા કરે છે, કિશાનની આવક ડબલ થાય તે માટે શરૂ કરાયેલ સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના પોરબંદર જિલ્લાના ખેડૂતોને ઉપયોગી બનશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ મોરીએ કહ્યુ કે, ખેડૂતો સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અનેક યોજનાઓ ખેડૂત કલ્યાણ માટે અમલમાં મુકી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે, કોરોના મહામારીના કારણે ગામમા કે બજારમાં મોઢા પર માસ્ક બાંધવુ, આપસમાં સમાજીક અંતર રાખવુ જોઇએ તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેથી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતુ અટકાવી શકાય.
કાર્યક્રમમાં ઉપસ્થિતિ ખેડૂત લાભાર્થીઓને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ ઉપસ્થિતિ મહેમાનોએ મંજુરી હુકમો વિતરણ કરી ખેડૂતો પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમમાં પ્રવેશતા ખેડૂતોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાની સાથે સ્થળ પર કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવતો હતો. ખેડૂતો સ્વૈચ્છાએ વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો ઉપસ્થિત હતી.
કાર્યક્રમમાં કલેકટર ડી.એન.મોદી, માર્કેટીંગના યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષાબેન સીડા સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. પરમારે તથા આભારવિધિ નાયબ ખેતી નિયામક (તાલીમ) ગોહીલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિશાલ રાજ્યગુરૂ તથા પ્રસાંતગીરીએ કર્યુ હતુ.

Advertisement