પોરબંદર

આજ રોજ પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને માણાવદર તાલુકાના પાદરડી ગામના વતની ફૌજી કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા અને તેના પરિવારજનો સાથે ઢોરમાર મારી ને પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખ્યા ની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી ને આ ઘટનામાં સામેલ પોલીસ કર્મીઓને ડીસમીસ કરવાની માગણી કરી છે.

આ બાબતે કોળી સમાજ સાથે નિવૃત્ત ફૌજી જવાનોએ પણ આ ફૌજી પરિવારને ન્યાય આપવા સાથે જોડાયા છે,દેશની
સરહદની સીમા સુરક્ષા માટે જીવને મુઠ્ઠીમાં લઈને આતંકવાદીઓને ઠાર કરતા જવાનો પર અને તેમના તેમના પરિજનો પર પોલીસ કર્મીઓ મનસ્વીપણે મૂઢમાર મારી કસ્ટડીમાં ગોંધી રાખે ત્યારે આ ઘટનાની ગંભીરતા સમજીને આવા પોલીસ કર્મીઓને માત્ર સસ્પેન્ડ જ નહીં પરંતુ ડીસમીસ કરીને તમામ જવાનોને કાયદાના રખેવાળ પર વિશ્વાસનું વાતાવરણ બને તે માટે સત્વરે કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઇ ડાકી, મહામંત્રી બાબુભાઈ ચૌહાણ, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, કર્મચારી મંડળના પ્રમુખ રામભાઇ ડાકી નારણભાઈ વાઢીયા, માંધાતાગ્રૃપ
પ્રમુખ ચંદુભાઈ બારીયા, ધીરૂભાઈ ચાવડા ભરતભાઈ બામણીયા, રમેશભાઈ ડાભી,ભગાબાપા સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ આજરોજ રાણાવાવ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને માણાવદર તાલુકાના પાદરડી ગામના વતની ફૌજી કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા અને તેના પરિવારજનો સાથે ઢોરમાર મારી ને પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખ્યા ની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી ને આ ઘટનામાં સામેલ પોલીસ કર્મીઓને ડીસમીસ કરવાની માગણી કરી છે.

આ બાબતે કોળી સમાજ પોલીસ કર્મીઓએ મનસ્વીપણે મૂઢમાર મારી કસ્ટડીમાં ગોંધી રાખેલ ફૌજી પરિવારને ન્યાય મળે તે માટે બિનજવાબદાર બની પોલીસ કર્મીઓને માત્ર સસ્પેન્ડ જ નહીં પરંતુ ડીસમીસ કરીને તમામ જવાનોને
કાયદાના રખેવાળ પર વિશ્વાસનું વાતાવરણ બને તે માટે સત્વરે કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.

રાણાવાવ કોળી સમાજના પ્રમુખ ચંદુભાઈ જંજવાડીયા,મહામંત્રી રણજીતભાઇ કામલપરા,ધર્મેશભાઈ મકવાણા, રમેશભાઈ ડાભી, ધીરૂભાઈ પાટડીયા, ભરતભાઈ આડીસરા, જીવાભાઈ સોમાણી, સહિત આગેવાનોએ
રાણાવાવ મામલતદાર અર્જુનભાઇ ચાવડાને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.

Advertisement