Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પાંચ દિવસ પહેલા જયપુર માંથી ગુમ થયેલ માતા પુત્રી પોરબંદર માંથી મળી આવી

પોરબંદર

રાજસ્થાન ના જયપુર થી પાંચ દિવસ પહેલા માનસિક અસ્થિરતા ના કારણે આઠ વર્ષીય પુત્રી સાથે ઘર છોડી ચાલી જનાર મહિલા પોરબંદર ખાતે થી મળી આવતા કિર્તીમંદિર પોલીસ દ્વારા તેના પતી નો સંપર્ક કરી તેનો કબ્જો તેના પતી ને સોપ્યો હતો.

પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા  ગુમ/અપહરણ થયેલ બાળકો સ્ત્રી/પુરુષો ને શોધી કાઢવા માટે હુકમ કરતા કીર્તિમંદિર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી પરમારના માર્ગદર્શન મુજબ ગુમ/અપહરણ થયેલા બાળકો સી/પુરૂષઓને શોધી કાઢવા માટે અવાર નવાર સૂચના આપેલ જે અન્વયે કીર્તિમંદિર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એમ.બી કારાવદરા દ્વારા ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી ગુમ/અપહરણ થયેલ બાળકો સ્ત્રી પુરૂષઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ.

દરમ્યાન પો.હેડ.કોન્સ. જી.આર,ભરડા,તથા પો.કોન્સ.જીતુભાઇ રાજાભાઇનાઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સુદામાચોક ખાતે એક અસ્થીર મગજ જેવી લાગતી મહીલા તેમજ તેની સાથે એક બાળકી ખાદી ભંડાર પાસે બેઠેલ હોય.જેથી તેને કીર્તિમંદિર પો.સ્ટે.ખાતે લાવી પુછપરછ કરતા પોતે પ્રાતનગર,સાંગાનેર,જયપુર,રાજસ્થાનવાળી હોવાનુ જણાવતા રાજસ્થાન રાજયના જયપુર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તપાસ કરતા આજથી પાંચેક દીવસ પહેલા ગુમ થનાર સવિતાબેન રમાકાંત શર્મા તથા તેની પુત્રી તનવી રમાકાંત શર્મા ઉ.વ.૮ રહે.૧૭૦/૨૯ સેકટર-૧૭ પ્રાંતનગર, સાંગાનેર, પ્રાતપનગર સેક્ટર,જયપુર રાજસ્થાનની ઘરેથી પોતાની દીકરી સાથે કોઇને કહ્યા વગર જતા રહેલ હોવાનું સામે આવ્યું હતું.

અને તે બાબતે રાજસ્થાન,જયપુર સીટી પોલીમ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ તા.૦૪/૦૭/૨૦૨૨ના દાખલ થયેલ હોય તેવુ રાજસ્થાન રાજયના જયપુર સીટી પોલીસ સ્ટેશન તરફથી જાણ થતા રાજસ્થાન જયપુર સીટી પોલીસને મહીલા તેમજ બાળકી મળી ગયા બાબતેની જાણ કરતા જયપુર સીટી પોલીસ તથા મહિલાના પતિ આવતા રાજસ્થાન પોલીસ તેમજ મહિલાના પતિને મહિલા તેમજ બાળકી સહિ સલામત સૌપી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આમ છેલ્લા પાંચેક દીવસથી ગુમ મહિલા તેમજ બાળકીને શોધી કાઢી પ્રસનીય કામગીરી કીર્તિમંદિર પોસ્ટે, ડી-સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. સદરહુ કામગીરી વી.પી.પરમાર તથા એમ.બી.કારાવદરા તથા  જી.આર ભરડા, એલ.એમ.ઓડેદરા,બી.પી કારેણ તથા  જીતુભાઇ રાજશીભાઇ,પરેશભાઇ ભીમશીભાઇ,અરવિંદ કાનાભાઈ શામળા, રોહીતભાઇ વીરાભાઇ,વિશાલભાઇ રવજીભાઇ વિઝુંડા,wc કીર્તિબેન ભરતભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે