પોરબંદર

પ્રધાનમંત્રીના દૂરંદેશી દસ્તાવેજને અનુરૂપ ભારતીય તટરક્ષક દળ અને દરિયાઇ પોલીસના જવાનો દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે દરિયાકાંઠામાં સંયુક્ત પેટ્રોલિંગ (JCP)ની શરૂઆત કરવામાં આવી છે. તદઅનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા JCPના પ્રારંભ માટે ગુજરાત સરકાર માટે કેટલાક જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે જે 15 ઑગસ્ટ 2020ના રોજથી અમલી છે. ગાંધીનગર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર્સ (NW) તેમજ રાજ્ય પ્રશાસન દરિયાઇ પોલીસ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ દરિયાકાંઠામાં સંયુક્ત પેટ્રોલિંગનો પ્રારંભ કરામાં આવ્યો છે. દરિયાઇ પોલીસને આ અંગે માહિતી – સૂચનો 14 ઑગસ્ટ 2020ના રોજ ICG દ્વારા આપવામાં આવ્યા હતા.
તટરક્ષક દળના જહાજો {ઇન્ટરસેટ્પર બોટ (IB)} પર તટીય પોલીસના જવાનોની નિયુક્તિ દ્વારા સંયુક્તતાના પ્રયાસના ઉદ્દેશ સાથે SOPની રચના કરવામાં આવી છે જે આંતર કાર્યક્ષમતા ઉપરાંત તટીય પોલીસ જવાનો દ્વારા એક્સપોઝર તાલીમ આપવાની આને સમુદ્રમાં ફરજ નિભાવવાની સુવિધા પૂરી પાડશે. JCPનો સમયગાળો બે વર્ષનો એટલે કે 2022 સુધીનો રહેશે.
દરિયાકાંઠામાં સંયુક્ત પેટ્રોલિંગની કામગીરી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલ અને માપદંડો અનુસાર કરવામાં આવશે.
જુઓ આ વિડીયો

Advertisement