પોરબંદર

જેસીઆઈ દ્વારા વિશ્વભરના 124 દેશોમાં અનેકવિધ સામાજિક અને વ્યક્તિત્વ વિકાસના કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભારતમાં પણ જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રાખી જૈન ના માર્ગદર્શન હેઠળ દેશના દરેક રાજ્યોમાં અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

આપણી સામાજિક વ્યવસ્થા અને મહિલાઓની સમસ્યાઓને વાચા આપવા જેસીઆઈ ઇન્ડિયા દ્વારા “પ્રયાસ” વિષય ઉપર નેશનલ કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં પીરિયડ્સની સમસ્યા અને સામાજિક કલંક બાબતે મહિલાઓની વ્યથાને ચિત્રકલાના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

આ ચિત્ર સ્પર્ધામાં જેસીઆઈ પોરબંદર પરિવારની દીકરી વિશ્વા ડઢાણીયાએ રજૂ કરેલ ચિત્ર ઝોન સાત (ગુજરાત)માં પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થતા જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ રાખી જૈન દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

જેસીઆઈ ઇન્ડિયા દ્વારા આયોજીત આ ચિત્ર સ્પર્ધામાં ઝોન સાતમાં પ્રથમ ક્રમાંક મેળવી પોરબંદરનું નામ રોશન કરવા બદલ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ હાર્દિક મોનાણી અને જેસીઆઈ પોરબંદરની ટિમ દ્વારા વિશ્વા ડઢાણીયાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement