પોરબંદર
જુનાગઢ ના સીટી એ ડીવીઝન પોલીસ મથક માં છ માસ પહેલા છેતરપિંડી કરી નાસી જનાર આરોપી ને પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે શહેર ના એસવીપી રોડ પર થી ઝડપી લીધો છે.

પોરબંદર જીલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપી છે.જે અન્વયે ક્રાઈમ બ્રાંચ ની ટીમ શહેરમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે જુનાગઢ ના સીટી એ ડીવીઝન માં છ માસ પહેલા છેતરપિંડી કરી નાસતો ફરતો આરોપી અજય મશરીભાઇ ઓડેદરા(રે ખાપટ,ઘાસ ગોડાઉન પાછળ, મફતિયાપરા,પોરબંદર)નામનો શખ્શ એસવીપી રોડ પર આવેલ ઓર્થોપેડિક ડોક્ટર ની હોસ્પિટલ સામે છે.આથી ક્રાઈમ બ્રાંચ ની ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી.અને અજય ને ઝડપી લઇ તેનો કબજો જુનાગઢ પોલીસ ને સોપવા તજવીજ હાથ ધરી છે.

Advertisement