પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર જીલ્લા માં અતિવૃષ્ટિ નો સામનો કર્યા બાદ હવે શિયાળુ વાવેતર ની શરુઆત થઇ છે.જો કે હજુ પોરબંદર તાલુકા માં વાવેતર શરુ થયું નથી.પરંતુ રાણાવાવ કુતિયાણા તાલુકામાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.જેમાં સૌથી વધુ ચણા નું વાવેતર થયું છે.

પોરબંદર જિલ્લામાં આ વખતે ચોમાસા માં અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતો ને ખાસું નુકશાન થયું હતું.કમોસમી પાછોતરો વરસાદ પડતા ખેડુતોને શિયાળું પાકના વાવેતરમાં પણ વિલંબ થયો હતો.જેથી છેલ્લા એક અઠવાડિયામાં પોરબંદર જિલ્લામાં કુલ શિયાળુ પાક નું વાવેતર 1560 હેકટરમાં થયું છે.જો કે આ વાવેતર માત્ર રાણાવાવ અને કુતિયાણા તાલુકા માં જ થયું છે.પોરબંદર તાલુકામાં હજુસુધી શિયાળુ પાકનું વાવેતર થયું નથી.

રાણાવાવ તાલુકામાં 510 હેકટરમાં અને કુતિયાણા તાલુકામાં 1050 હેકટરમાં વાવેતર થયું છે.કુતિયાણા તાલુકામાં 200 હેકટરમાં ઘઉં,520 હેકટર માં ચણા,150 હેકટરમાં રવિ જુવાર અને 180 હેકટરમાં ઘાસચારા નું વાવેતર થયું છે. તો રાણાવાવ તાલુકામાં 10 હેકટરમાં ઘઉં,115 હેકટરમાં ચણા,10 હેકટરમાં જીરું,90 હેકટરમાં શાકભાજી અને 250 હેકટરમાં ઘાસચાર નું વાવેતર થયું છે.

જો કે હજુ સુધી ઘાણા કે મગનું વાવેતર થયું નથી.ગત વરસે પોરબંદર જીલ્લા માં કુલ 105167  હેક્ટર માં રવી પાક નું વાવેતર થયું હતું.જેમાં સૌથી વધુ વાવેતર જીરું નું 30210 હેક્ટર માં થયું હતું.જયારે ઘઉં 23005  હેક્ટરમાં,ચણા 14875 હેક્ટર,રવી જુવાર 12490  હેક્ટર,ધાણા 12075  હેક્ટર માં વાવેતર થયું હતું.અને હવે ધીરે ધીરે શિયાળુ પાક ના વાવેતર માં વધારો થશે તેવી આશા જીલ્લા ખેતીવાડી અધિકારી જગદીશભાઈ પરમારે વ્યક્ત કરી છે.

Advertisement