Advertisement

પોરબંદર
મૂળ પોરબંદર ના ટુકડા(ગોસા) ગામની વતની યુવતીને કેબીસી માં મહાનાયક બચ્ચન સામે હોટસીટ પર બેસવાની તક મળી છે.આગામી ૧૨ ઓક્ટોબરે આ એપિસોડ પ્રસારિત થશે.

મૂળ પોરબંદર ના ટુકડા (ગોસા)ગામના વતની અને હાલ છેલ્લા બારેક વરસ થી રાજસ્થાન ના જોધપુર માં રહેતા અને કુરિયર ના વ્યવસાય સાથે સંકળાયેલ વેજાભાઈ નરસીભાઈ ટુકડીયા ની વીસ વર્ષીય પુત્રી કોમલ ને કેબીસી માં હોટ સીટ પર બેસવાની તક મળી છે.જેનો એપિસોડ આગામી ૧૨ ઓક્ટોબરે પ્રસારિત થશે.

કોમલ હાલ માં એફવાય બીએસસી માં અભ્યાસ કરે છે.અને અભ્યાસ ની સાથો સાથ કેબીસી માટે પણ છેલ્લા એક વરસ થી તૈયારી કરતા હતા.અગાઉ ત્રણેક વરસ પહેલા તેઓ ઘરે કેબીસી ના એપિસોડ નિયમિત જોતા હતા અને તેના દરેક સવાલ ના સાચા જવાબ આપતા હતા આથી તેમના પરિવારજનો એ તેનો ઉત્સાહ વધાર્યો હતો અને કેબીસી માં જવા માટે પ્રેરણા આપી હતી.

તાજેતર માં તેને કેબીસી ની હોટ સીટ માં બેસવાની તક મળી હતી.વીસેક દિવસ પહેલા જ તે કેબીસી ના એપિસોડ ના શુટિંગ માટે મુંબઈ ગઈ હતી.અને સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાની તક મળી હતી.જે એપિસોડ આગામી ૧૨ ઓક્ટોબર ના રોજ પ્રસારિત થશે.શુટિંગ દરમ્યાન તે અમિતાભ બચ્ચન થી ખુબ પ્રભાવિત થઇ હતી આ ઉમરે આટલી બીમારીઓ હોવા છતાં બચ્ચન ની જે એનર્જી જોવા મળી તેના લીધે પોતાના માં પણ પોઝીટીવ ઉર્જા નો સંચાર થયો હોવાનું કોમલે જણાવ્યું હતું.નાના એવા ટુકડા (ગોસા )ગામની યુવતીને કેબીસી માં હોટ સીટ પર બેસવાની તક મળતા ગ્રામજનો માં પણ ખુશી ની લાગણી જોવા મળે છે.તો કોમલ અબોટી બ્રહ્મસમાજ ની દીકરી હોવાથી પોરબંદર ઉપરાંત કુરિયર ના વ્યવસાયાર્થે દેશભર માં ફેલાયેલા અબોટી બ્રહ્મસમાજના લોકો  પણ  આગામી ૧૨ ઓક્ટોબર ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે

જુઓ આ વિડીયો (વિડીયો સૌજન્ય સોની ટીવી )

Advertisement