પોરબંદર
આગામી ફેબ્રુઆરી માસ માં દિવ્યાંગ પ્રીમિયર લીગ નું પંજાબ ખાતે આયોજન કરાયું છે.જેમાં પોરબંદર ના દિવ્યાંગ ક્રિકેટર ની પણ ખરીદી દિલ્હી ની ટીમ દ્વારા કરવામાં આવતા તે પણ દિલ્હી ની ટીમ વતી પોતાનું કૌવત બતાવશે.

આગામી બીજી ફેબ્રુઆરીથી પંજાબના લુધિયાણા ખાતે શરૂ થઇ રહેલા દિવ્યાંગ પ્રીમિયર લીગનું ગત ૩ જાન્યુઆરીના દિવસે ઓક્શન થયું હતું.આ લીગમાં છ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં દિલ્હી ટ્રાઇકર્સ દ્વારા પોરબંદરના બેરણ ગામના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂટી પર દાવ લગાવ્યો હતો અને ઓક્શનમાં મોંઘામાં મોંઘા ખેલાડીઓમાં બીજા નંબરના ખેલાડી તરીકે પસંદ થયા હતા.

લુધિયાણા ખાતે યોજાનાર દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છ ટીમ ભાગ લેશે.જેમાં પંજાબ રોયલ્સ ,યુપી સુપર, બેંગ્લોર ઇગલ, દિલ્હી સ્ટ્રાઇકર્સ, મુંબઇ ફાઈટર્સ અને યુકે ટાઇગર્સ નામની ટીમ ભાગ લેશે.નિયમ મુજબ દરેક ટીમને પાંચ ખેલાડીઓ ખરીદવાના થતા અને દરેક ટીમને એક સરખા ૧૦૦-૧૦૦ પોઇન્ટ આપવામાં આવ્યા હતાં.આ ઓક્શનમાં દિલ્હી સ્ટ્રાકર્સે ભીમા ખૂટી પર ૫૦ પોઇન્ટ ખર્ચ કરીને તેને ખરીદવામાં સફળ રહી હતી.આમ ભીમા ખૂંટીએ બીજા નંબરના મોંઘા ખેલાડી બન્યા હતા.

સામાન્ય રીતે આઇપીએલ મેચની જેમ જ આ ટુર્નામેન્ટ પણ ઓકશન થતું હોય છે.પરંતુ આઇપીએલ મેચમાં ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા દાવમાં લગાડવામાં આવે છે,જ્યારે દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને રૂપિયાને બદલે પોઇન્ટથી ખરીદવામાં આવે છે,જે દિવ્યાંગ ક્રિકેટર માટે કમનસીબી કહી શકાય.ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમ ના કેપ્ટન અને ભારત ની વ્હીલેચેર ક્રિકેટ ટીમ ના પૂર્વ વાઈસ કેપ્ટન એવા ભીમાભાઇ ચાર જેટલી ઇન્ટરનેશનલ સીરીઝ રમી ચુક્યા છે જેમાં નેપાળ, મલેશિયા,બંગ્લાદેશ અને દુબઇ સામીલ છે.અને ભીમાભાઇએ ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ પોતાના નામે કરેલ છે.તેઓએ એવું જણાવ્યું હતું કે જે રીતે મહિલા ક્રિકેટ ટીમ ને બ્લાઈંડ ક્રિકેટ ટીમ નો બીસીસીઆઈ માં સમાવેશ કરાયો છે. તે રીતે જ વ્હીલચેર ક્રિકેટ નો પણ સમાવેશ થાય તો વ્હીલચેર ક્રિકેટરો ને ઘણું પ્રોત્સાહન મળી શકે તેમ છે.

જુઓ આ વિડીયો 

 

Advertisement