પોરબંદર
પોરબંદરની યુવતિએ સૌરાષ્ટ્ર, યુનિવર્સિટીએ સોશ્યલ ડીપાર્ટમેન્ટમાં એમ.ફીલ પૂર્ણ કર્યું છે. પ્રથમ ક્રમ સાથે તેણે આ સિધ્ધી હાંસલ કરતા તેને બિરદાવવામાં આવી છે.

મુળ પોરબંદરની તથા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વર્કમાં એમ.ફીલનો અભ્યાસ કરતી પૂર્વી પરેશભાઈ પોપટ નામની વિદ્યાર્થીનીએ “કુટુંબ નિયોજન દ્વારા સ્ત્રીઓમાં આવેલી જાગૃતિનો એક અભ્યાસ” આ વિષય ઉપર પોરબંદર શહેરના સંદર્ભમાં સંશોધન કર્યુ હતું.

તેઓ પ્રોફેશનલ સિંગર પણ છે.અને તાજેતરમાં પરિણામો જાહેર થતાં ડીપાર્ટમેન્ટમાં પ્રથમ ક્રમ સાથે તેણે એમ.ફીલની ડીગ્રી મેળવતા આ સિધ્ધી બદલ તેને બિરદાવવામાં આવી છે.
લોહાણા સમાજ અને પોપટ પરિવારનું નામ રોશન કરનાર આ યુવતિએ રાજકોટની કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ ડો. રાજેશભાઇ કાલરીયાના માર્ગદર્શન નીચે આ વિષય ઉપર સંશોધન કર્યુ હતું અને એમ.ફીલની પદવી મેળવી છે.

Advertisement