પોરબંદર
પોરબંદરના એક 14 વર્ષીય કિશોરે પેપર કવીલિંગના ઉપીયોગથી માઈક્રો સાઈઝમાં કૃતિઓ બનાવી છે અને આ કૃતિઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પામી છે.
પોરબંદરમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હિનય હિરલભાઈ લાખણી નામનો 14 વર્ષીય કિશોરે પેપર કવીલિંગના ઉપીયોગ સાથે અવનવી કલાકૃતિઓ બનાવી હતી. માઈક્રો સાઈઝમાં બનાવવામાં આવેલ આ કૃતિઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પામેલ છે. સ્મોલેસ્ટ થ્રિ ડી મિનિયન વિથ કવીલિંગ સ્ટ્રીપ કેટેગરીમાં તેમની કૃતિઓ મોકલવામાં આવતા તેને રેકોર્ડ માન્ય કરી તાજેતરમાં આ હિનયને સર્ટિફિકેટ, મેડલ્સ, એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો હિનય પોરબંદર ના જાણીતા ગો ટુ ધ સ્ટેશનરી મોલ ના માલિક હીરલભાઈ લાખાણી નો સુપુત્ર છે અને તેની આ સિદ્ધિ બદલ રઘુવંશી અગ્રણીઓએ અભિનંદન સાથે શુભેરછાઓ પાઠવી છે.